RTE હેઠળ પ્રવેશ છતાં ખાનગી સ્કૂલ સંચાલકો માંગે છે વધારાની ફી ?

 Morbi News

 

રાજ્ય સરકાર દ્વારા RTE હેઠળ લાભાર્થીઓ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપે છે પરંતુ શાળાના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફીની માંગણી કરતા હોવાની ફરિયાદ સાથેની રજૂઆત જીલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જીલ્લા શિક્ષણાધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે RTE હેઠળ પ્રવેશ મેળવતી વખતે નામાંકિત સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓ પાસે પોતાની અઢાર હજાર ફી હોય અને સરકાર ૧૩ હજાર આપે છે જેથી વધારાના પાંચ હજાર આપવા પડશે જેથી સરકારની કલ્યાણકારી શિક્ષણ યોજનાનો ફિયાસ્કો થયો છે. સ્કૂલ સંચાલકો સ્કૂલ ફી કરતા સરકાર ઓછી ફી આપતા હોય જેથી વધારાના પાંચ હજાર રૂપિયા લે છે જેની પહોંચ માંગવા છતાં આપતા નથી અને વાલીઓ વધારાની ફી આપવા મજબુર બને છે  અને શિક્ષણ ખાતા તરફથી પગલા લેવાતા ના હોય

 

જેથી સ્કૂલ સાથે મિલીભગત હોય તેવું જણાય છે આ વધારાની ફીની પહોંચ માંગવામાં આવે તો વિદ્યાર્થીઓને એલસી આપી દેવાય છે જેથી અન્ય કોઈ શાળામાં પ્રવેશ મળતો નથી જેથી આ બાબતે ગંભીરતા દાખવીને યોગ્ય કરવાની માંગ કરી છે.