૨૦૨૫ સુધીમાં ભારતમાં ત્રણ લાખ ડેટા સાયન્ટિસ્ટની જરૂરિયાત ઉભી થશે: 5મીએ ડેટા સાયન્સ વિષયે સેમિનાર

 Abtak Media
three-lakh-data-scientist-needs-will-be-created-in-india-by-the-5th-seminar-on-data-science-on-5th-may
three-lakh-data-scientist-needs-will-be-created-in-india-by-the-5th-seminar-on-data-science-on-5th-may

માસ્ટર્સ ઈન ડેટા સાયન્સ’ કોર્ષ માટે દેશની પાંચ યુનિ.માં ગુજરાતમાંથી એકમાત્ર આત્મીય યુનિ.ની પસંદગી; આત્મીય યુનિ. ખાતે યોજાશે માર્ગદર્શક સેમિનાર; પ્રોફેસર્સ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

અત્યાર સુધીની કોઈ પેઢીએ ન જોયાં હોય તેટલા વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સામાજિક, વ્યવસાયિક અને જુદાં જુદાં ક્ષેત્રના પરિવર્તનોની સાક્ષી અત્યારની પેઢી બની રહી છે. છેલ્લા ત્રીસ જ વર્ષની વાત કરીએ તો સંદેશા વ્યવહાર, રોડ-રેલ-વોટર-એર ટ્રાન્સપોર્ટ, ખેતી, પશુપાલન, ઔદ્યોગિક ઉત્પાદન વગેરે અનેક ક્ષેત્રોમાં અદ્ભૂત ક્રાંતિ આવી છે. ટેલિગ્રામ, પેજર, ઓડિયો-વિડીયો કેસેટ, ગ્રામોફોન રેકર્ડ, ફલોપી, કોમ્પેકટ ડિસ્ક, પીળા પ્રકાશવાળા બલ્બ, સોડિયમ વેપર કે મર્ક્યુરી બલ્બ, એમ્બેસેડર કાર જેવી હજારો ચીજોનું તો નવી પેઢીને સ્મરણ પણ નથી. માર્કેટમાં રોજ  એટલી નવી ચીજો આવે છે કે જુની ચીજો ક્યારે અલોપ થઈ જાય છે તેનો કોઈ ટ્રેક રહેતો ની.

ઓટો મોબાઈલ ક્ષેત્રે મંદીની વાતો વચ્ચે ઓલા અને ઉબર જેવી સર્વિસ પ્રોવાઈડર્સ કંપનીઓનો બિઝનેસ વધી રહ્યો છે. એકબાજુ રેસ્ટોરાં ચાલતાં ની પણ, ઝોમેટો અને સ્વીગીનો બિઝનેસ વધ્યો છે. ઓનલાઈન સ્ટડી એપ્સ વધુને વધુ લોકો અપનાવી રહ્યાં છે. સસ્તી ઓનલાઈન સર્વિસ લોકોને ગમે છે. ફોનનાં બિલ ઘટી રહ્યાં છે ને ઈન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે. સરકારી નોકરીને બદલે સ્ટાર્ટ-અપ દ્વારા અન્યને રોજગારી આપવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હમણાં એક સમાચાર આપણે વાંચ્યા કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાર્લે બિસ્કીટનું વેંચાણ ખૂબ ઘટયું છે. તેનું કારણ વિકલ્પો વધ્યા છે. બિઝનેસમાં મોડેલ્સ સતત બદલાઈ રહ્યાં છે.

નોંધ લેવી જ પડે તેવાં આ પરિવર્તનોના મૂળમાં એક મહત્વનું પરિબળ રહેલું છે ડેટા. ગત દાયકામાં આવેલી મહામંદીને ભારત ખાળી શક્યું તેનું મુખ્ય કારણ ભારતીયોની બચત કરવાની આદત હતી એવું ઘણા અર્થ શાથીઓનું કહેવું હતું. પણ, અત્યારે જે આર્થિક મંદીની ચેતવણીઓ આપવામાં આવી છે તેમાંથી જો કોઈ બચાવી શકે તેમ હોય તો તેમાં ડેટા સાયન્સનો ફાળો બહુ મોટો હશે!

સામાન્ય રીતે અત્યારે પેટ્રોલિયમ, રિટેઈલ, ટેલિકોમ્યુનિકેશન, લોજિસ્ટિક અને રિયલ એસ્ટેટ એ વિકાસ સાથે સંકળાથયેલ મુખ્ય ઉદ્યોગો ગણાય છે. પણ, બહુ નજીકના ભવિષ્યમાં આ બધા ઉદ્યોગોનો આધાર જેના પર હશે તે છે ડેટા ! જે વ્યક્તિ, સંસ કે દેશ તેનું મહત્વ સમજી શકશે તે વિશ્વ પર રાજ કરશે તેમ કહેવામાં પણ જરા અતિશયોક્તિ નથી. વિશ્વમાં હાલ સાર્વત્રિક રીતે જે વિકાસ થઈ રહ્યો છે તેને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખાવાઈ રહ્યો છે. જેમાં માનવ જીવનને વધુમાં વધુ સુવિધાજનક બનાવવા માટેની ટેકનોલોજીમાં અપાર વૈવિશ્વ આવી રહ્યું છે.

નાના-મોટા ઉદ્યોગો, સાર્વજનિક સેવાઓ, કૃષિ શિક્ષણ તમામ ક્ષેત્રોમાં આ ટેકનોલોજી ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. જેમાં ‘ઈન્ટરનેટ ઓફ થીંગ્સ’ અને ‘આર્ટિફિસિયલ ઈંટેલિજન્સ’માં કૌશલ્યની જરૂરિયાત રહે છે. ઈનવેંટરી મેનેજમેન્ટ, મશીન લર્નિંગ, બ્લોક ચેઈન, સ્માર્ટ ગ્રીન ડિસ્ટ્રિબ્યુશન ચેઈન વગેરેમાં વગેરેમાં રીયલ ટાઈમ ડેટાના એનાલિસિસ માટે કુશળ માનવશક્તિની બહુ મોટી માંગ ઊભી થઈ રહી છે. જે દેશોએ ડેટાનું મહત્વ સમજીને તેને સાયન્સનો દરજ્જો આપ્યો છે તેના નિશ્ચિતપણે ડંકા વાગવાના છે. આ દેશોમાં ભારતનો સમાવેશ છે.

વિદ્યાર્થીઓ ડેટા સાયન્સનું મહત્વ સમજી શકે તે માટે આત્મીય યુનિવર્સિટી ખાતે આગામી તા.૫ સપ્ટેમ્બરે ગુરૂવારે સવારે સાડા આઠ કલાકે એક દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડેટા સાયન્સ, સપ્લાય ચેઈન અને લોજિસ્ટિકસમાં રોજગારીની શકયતા અને તકો તેમજ નવા શરૂ થયેલ માસ્ટર્સ ઈન ડેટા સાયન્સ ઈન સપ્લાય ચેઈન એન્ડ મેનેજમેન્ટ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ઉભ્યાસક્રમમાં આવરી લેવામાં આવનાર  વિેષયો અને તેની સાથે સંકળાથયેલ રોજગારીની તકો અંગે પણ માહિતી આપવામાં આવશે.

એન્જીનિયરીંગ, બી.સી.એ., બી.એસ.સી. (આઈ.ટી.), બી.કોમ, બી.બી.એ. સહિત ઈજનેરી/સાયન્સ/કોમર્સના સ્નાતક વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ભાગ લઈને ઉજ્જવળ કારકિર્દીની દિશામાં દોટ મુકી શકે છે. આ સેમિનારમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ http://bit.ly/2Z10Fno લિન્ક ઉપર રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. સેમીનારમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તે માટે હિરેન કાવડીયા, આશિષ કોઠારી, ઘનશ્યામ આચાર્ય થતા સંદિપ કુમારે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.