સ્માર્ટ સિટીની કેડી કંડારતા પુષ્કર પટેલ: રૂ.૧૪૫૦ કરોડના વિકાસ કામોને મંજૂરી

 Abtak Media

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદના અઢી વર્ષના કાર્યકાળમાં ૫૧ બેઠકો મળી, ૧૦૮૬ ઠરાવો પસાર: મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયાની અમલવારી સૌથી મોટી સિધ્ધી

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે આગામી ૧૪મી જૂન પુષ્કરભાઈ પટેલની અઢી વર્ષની ટર્મ પૂરી કરી રહ્યાં છે ત્યારે આજે તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન યેલા વિકાસ કામોની જાહેરાત કરી છે. સ્માર્ટ સિટી માટે પુષ્કરભાઈએ કેડી કંડારી છે. અઢી વર્ષમાં રૂ.૧૪૫૦ કરોડના વિકાસ કામોને બહાલી અપાય છે.

રાજ્યની મહાનગર પાલિકાઓની ગત નવેમ્બર-૨૦૧૫માં ચૂંટણી બાદ સૌ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની અવધિ અઢી વર્ષની કરવામાં આવી હતી. પ્રમ વખત અઢી વર્ષ માટે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયેલ યુવા, તરવરીયા અને ઉત્સાહી એવા પુષ્કરભાઈ પટેલ આગામી તા.૧૪જૂનના રોજ અઢી વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે,  અઢી વર્ષના સમયગાળા દરમ્યાન શહેરના વિવિધલક્ષી કામો, વિકાસ યોજનાઓ તા ભવિષ્યના રાજકોટના સુનિયોજીત વિકાસને ધ્યાનમાં રાખી, સૌને સાથે રાખી, નિર્ણયો લેવામાં આવેલ છે. જેમાં  કુલ ૧૦૮૬ ઠરાવો પસાર કરવામાં આવેલ છે.

જેમાં રૂ.૧૪૫૦ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. સને ૨૦૧૮-૧૯ના વર્ષમાં કાર્પેટ એરિયા બેઇઝ મિલકત વેરા આકારણી પદ્ધતિ કાર્યાન્વિત કરવામાં આવી દિવ્યાંગ મિલકત ધારકોને મિલકત વેરામાં ૫% વિશેષ વળતર આપવાનું મંજુર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા હસ્તકની તમામ લાઇબ્રેરીઓ માટે રૂ.૧.૫૨ કરોડના ખર્ચે જરૂરી પુસ્તકો, સામયિકો, જુદા જુદા પ્રકારની સી.ડી., ડી.વી.ડી., ટોયઝ લાઇબ્રેરી માટેના રમકડા વસાવવામાં આવેલ છે.

કોમ્યુનિટી હોલ

નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવે છે. ખાનગી હોલ કે પાર્ટી પ્લોટની સરખામણીએ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કોમ્યુનિટી હોલ અત્યંત રાહત દરે મળી રહેતા હોઈ આ સુવિધા શહેરીજનો માટે આશીર્વાદરૂપ બને છે તે સર્વવિદિત છે. આ સુવિધાને આગળ વધારવાના હેતુસર છેલ્લા અઢી વર્ષમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં રૂ.૧૩.૫૨ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે.

બાગ-બગીચા

શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ બાગ-બગીચાઓમાં ઘનિષ્ઠ વ્રુક્ષારોપણની સાોસા સ્ટેપ ગાર્ડન, લાઈટિંગ, બાળકો માટે હિચકા-લપસિયાની સુવિધા ઉભી કરવા તથા નવા બગીચાઓ બનાવવાની કામગીરી રૂ.૨.૫૦ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ

હાલમાં, શહેરમાં કુલ ૮૦ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૬૯ કોમ્યુનિટી ટોઇલેટ તા ૪૦ મોબાઈલ ટોઇલેટ થતા બહેનો માટે ૫ યુરીનલ કમ લેટ્રીન વાન કાર્યરત છે. તદુપરાંત હાલમાં ૩૨૫ જેટલા પ્રિ-ફેબ્રીકેટેડ ટોયલેટ જાહેરમાં શૌચક્રિયા થતી હોય તેવા સ્ળોએ મુકવામાં આવેલ છે. સાોસા ખુલ્લામાં શૌચક્રિયા નહિ કરવા અંગે જાહેરમાં શૌચક્રિયાના સ્ળોએ લોકોને સમજાવવાની કામગીરી સખી મંડળના બહેનોને સોંપવા સહિતના જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલ.

આમ, શહેરના વોર્ડ ૧ થી ૧૮ને જાહેરમાં શૌચક્રિયાી મુક્ત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ઓ.ડી.એફ. જાહેર કરવામાં આવેલ. બાદમાં, કેન્દ્ર સરકાર તરફી રાજકોટ મહાનગરપાલિકાને સ્વચ્છ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.

મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રામિક શિક્ષણ તા બચપણ રાજકોટમાં વીતેલ, તેઓએ જે હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષણ લીધેલ તે જૂની આલ્ફ્રેડ હાઈસ્કુલ અને હાલની મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાલય રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે. આ સ્થળે રાષ્ટ્રપિતાના જીવનકવન આધારિત મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર(મ્યુઝિયમ) ઉભું કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૨.૫૫ કરોડના ખર્ચે કામગીરી શરુ કરવામાં આવેલ છે. જે નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે.

આજી રિવરફ્રન્ટ

શહેરની મધ્યમાંથી પસાર તી આજી નદી હાલ ગંદી અને સુકી નજરે પડે છે. તેના સને આ નદીની ગંદકી દુર કરી, નદીના કાંઠાઓ પર સુશોભન કરી, બગીચાનું નિર્માણ કરી, શહેરીજનોને હરવા-ફરવાનું એક નવું સ્થળ મળી રહે, તે હેતુથી આજી રિવરફ્રન્ટ માટે રૂ.૧૮.૪૧ લાખના ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે.

રેઈનવોટર હાર્વેસ્ટિંગ

શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. આ પાણીના કારણે મચ્છરો, જીવાત તેમજ ગંદકી થાય છે. વરસાદી પાણીના સુયોગ્ય નિકાલ માટે રેઈનવોટર હાર્વેસ્ટિંગ માટે રૂ.૧૮.૮૪ લાખના ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે.

દિવાળી કાર્નિવલ

શહેરમાં સૌ પ્રથમ વખત દિવાળી તહેવારો અંતર્ગત પ્રમ વખત દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ જેમાં રેસકોર્ષ રીંગ રોડને રંગબેરંગી લાઈટો તા રોશનીથી શણગારી, લેસર શો તથા વિન્ટેજ કાર્સના શોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. સાથો સાથ ખાણીપીણીના સ્ટોલ્સ તા હસ્તકલા કારીગરીના સ્ટોલ્સ ઉભા કરવામાં આવેલ અને લાખો લોકોએ આ કાર્નિવલને ઉલ્લાસભેર માણેલ હતો.

સ્પોર્ટસ ફિએસ્ટા

રાજકોટ શહેરની તમામ શાળાઓના વિદ્યર્થીઓ માટે આઉટડોર તથા ઇન્ડોર રમતોની હરીફાઈ યોજેલ. જેમાં શહેરની જુદી જુદી શાળાઓના કુલ મળીને, ૮૦૦૦થી વધુ વિર્દ્યાીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ.

વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીઓ તા મોવડી મંડળ વિગેરેએ જ્યાં માનવી, ત્યાં સુવિધાના સુત્રો સાથે જે કેડી કંડારેલ છે. તે દિશામાં શહેરને આગળ વધારવા પ્રયત્ન કરેલ છે. અઢી વર્ષના સમયમાં દેશના દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના  મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટના ધારાસભ્યઓ, કોર્પોરેટરઓ, શહેર સંગઠનના હોદેદારો, કાર્યકરો, શહેરીજનો, સંસઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓના સાથ સહકાર વડે શહેરની વિકાસગતિને આગળ વધારવા પ્રયત્ન કરેલ છે.