સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે કાલે પૂ.નમ્રમૂનિ મ.સા. તથા ગૂરૂભગવંતોનું આગમન

 Abtak Media

ગૂરૂભગવંતોના સ્વાગત તથા ઉવસગ્ગહરંના જાપનું સવારે ૬.૪૫ થી ૯.૩૦ કલાક સુધી ‘અબતક’ ચેનલ પર થશે લાઈવ પ્રસારણ

સ્થાનકવાસી જૈન મોટા સંઘ પેલેસ રોડ ઉપાશ્રયમાં આવતીકાલે તા.૧૦ને રવિવાર નારોજ પૂ. સુશાંતમૂનિ મ.સા. રાષ્ટ્રસંતક પૂ. નમ્રમૂનિ મ.સા., પૂ. પિયુષમૂનિ મ.સા., નવદિક્ષિત પૂ. મહારાજ સાહેબ, તેમજ ગુરૂણી ભગવંતો પૂ. ભદ્રાબાઈ મહાસતીજી ઉપરાંત ૫૦થી વધુ મહાસતીજીઓ પધારી રહ્યા છે. વિરાણી પૌષધશાળા સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ અને સર્વે સમિતિ સભ્યો તથા શ્રાવક શ્રાવિકા ગણ ભાવવિભોર બની પૂ. ગૂરૂભગવંતોના સ્વાગત માટે પૂર્વ તૈયારી કરી રહ્યા છે.

પૂ. ભગવંતોના આવકારની સ્વાગતયાત્રા આવતીકાલે સવારે ૯.૪૫ કલાકે ત્રિકોણબાગથી  થશે. ત્યાં આગળ સર્વે શ્રાવક શ્રાવિકાઓ પૂ. ગૂરૂભગવંતો સાથે સ્વાગત યાત્રામાં જોડાશે અને પગપાળા સમૂહમાં વરાણી પૌષધશાળા પધારશે. જૈન મોટા સંઘના ખંડમાં સવારે ૭.૧૫ કલાકે ઉવસગ્ગહરંના જાપથી કાર્યક્રમની શરૂ આત કરાશે. ત્યારબાદ ગૂરૂ ભગવંતો વ્યાખ્યાન ફરમાવશે. યાખ્યાન બાદ સ્થાનકવાસી મોટા સંઘ દ્વારા નવકારશીનું આયોજન વિરાણી વાડી ખાતે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો સંપૂર્ણ લાભ સ્વ. ગુલાબબેન અનિલભાઈ મહેતા પરિવાર હ. રાજુભાઈ, હિતેષભાઈ તથા મનિષભાઈ દ્વારા લેવામાં આવ્યો છે.

ગુરૂભગવંતોના સ્વાગત તથા ઉવસગ્ગહરંના જાપનું સવારે ૬.૪૫ થી ૯.૩૦ કલાક સુધીનું લાઈવ પ્રસારણ અબતક ચેનલના મેનેજીંગ ડાયરેક્ટર સતિષભાઈ મહેતાના સહયોગથી  કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી ભાઈ બહેનોને પધારવા સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી તેમજ સર્વે સમિતિ સભ્યોએ અનુરોધ કર્યો છે.

પૂ.નમ્રમુનિ .સા.ના મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્ત્રોતની કાલે વિશિષ્ટ જપ સાધના

સ. જૈન મોટા સંઘના આંગણે દિવ્ય અવસર

દાદા ગુરુદેવ ડુંગરસિંહજી સ્વામી ભક્તિ સ્પર્ધા: ૨૧ રવિવારીય સિધ્ધિદાયક જપ સાધનાના પ્રમ તબકકાનો પ્રારંભ

રાષ્ટ્રસંત પૂ.ગુરુદૃેવ નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મનાદે મહા પ્રભાવક  ઉવસગ્ગહર સ્ત્રોની ૨૧ રવિવારીય સિદ્ધિદૃાયક જપ સાધનાના પ્રમ તબક્કાનું આયોજન  વિરાણી પૌષધશાળાના આંગણે કરવામાં આવ્યું છે. ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા, રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંતો અને વિશાળ સંખ્યામાં પૂજ્ય સાધ્વીવંદ મળીને ૪૧ સંત-સતીજીઓના સાંનિધ્યે આ વિશિષ્ટ જપ સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૩મા તીર્થકર પરમાત્મા પાશ્વનાથ પ્રત્યેની સર્વોત્કૃષ્ટ સ્તુતિ અને ભક્તિ સ્વરૂપ મહાપ્રભાવક  ઉવસગ્ગહરં સ્ત્રોતના અક્ષરે અક્ષરે,શબ્દે શબ્દે ગૂઢ શક્તિઓનું સંયોજન અને સિદ્ધિઓનું ગુંન સમાએલું છે. પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે આ  સ્ત્રોતની સાધના કરનાર ભાવિકને અવશ્ય એની પ્રભાવકતાની અનુભૂતિ થતી  હોય છે.

દર વર્ષેે રાષ્ટ્રસંતના બ્રહ્મનાદે કરાવવામાં આવતી ૨૧ રવિવારીય સંકલ્પ સિદ્ધિદાયક જપ સાધનામાં જોડાઈને હજારો ભાવિકોએ દિવ્યતાની એક અનોખી અનુભૂતિ સાથે સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આવતીકાલે તા.૧૦ને રવિવારના સવારના ૦૭:૧૫ કલાકે વિરાણી પૌષધશાળા સનકવાસી જૈન મોટા સંઘરાજકોટ ખાતે સંકલ્પ સિદ્ધિદૃાયક ૨૧ રવિવારીય વિશિષ્ટ જપ સાધનાના પ્રથમ તબક્કાનું પ્રારંભ કરાવવામાં આવશે.

આ અવસરે રવિવારે સવારે ૦૬:૩૦ કલાકે  નટુભાઈ શેઠના અર્હમ ફાઈનાન્શીયલ સેન્ટરી સ્વાગત યાત્રા પ્રારંભ થઈને વિરાણી પૌષધશાળા ૦૭:૧૫ કલાકે પહોેંચશે જ્યાં જપ સાધના બાદ દાદા ગુરુદૃેવ  ડુંગરસિંહજી મ.સા. આસન ઉપકારી પૂજ્યવર જશ-ઉત્તમ-પ્રાણ ગુરુદેવોના જીવન પર એક વિશિષ્ટ સ્પર્ધા યોજાશે. જેમાં ગુરુદેવોના ઉપકાર ઉપર એક અનુભવ, સુવાક્ય કે ચિત્ર દોરવાનું રહેશે.  આ કાર્યક્રમમાં પ્રથમ નંબર આવનાર ભાવિકો સુવર્ણ ચાંદીના ઈનામો અર્પણ કરાશે.

રાજકોટ સનકવાસી જૈન મોટા સંઘના આંગણે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મ.સા.નું આગમન થવાનું હોય, વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્તિ રહીને તેમના પ્રવચન-જાપ અને ભક્તિ સ્પર્ધામાં જોડાશે.

પૂ.ઈન્દુબાઈ ..તીર્થધામમાં પૂ.નમ્રમુની .સા.ના પાવન પગલા: ભવ્ય સ્વાગત કરાયુ

ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુની મહારાજ સાહેબના પાવન પગલા પૂ.રંજનબાઈ મહાસતીજીને દર્શન દેવા પધાર્યા હતા. પૂ.ગુરુદેવના પાવન પગલા થતા પૂ.રંજનબાઈ મહાસતીજી સોનલબાઈ મહાસતીજી આદી ઠાણા ભાવવિભોર બની ગયા હતા. આ તકે પૂ.મોટા મહાસતીજીના સ્મરણો યાદ કર્યા હતા. ગુરુદેવના પાવન પગલા સમયે આશીર્વાદરૂપે મોટા મહાસતીજીના પ્રભાવથી તેજ સમયે કંસરના છાંટણા થયા હતા. પૂ.મોટાસ્વામીને પૂ.ગુરુદેવ પ્રત્યે ખુબ જ લાગણી હતી. ટુંક સમયમાં પુ.ભગવાન તુલ્ય મોટા સ્વામીની તા.૭/૭ને શનિવારના રોજ સ્મૃતિદિન ભવ્યાતીભવ્ય પૂ.ગુરુદેવના સાનિધ્યમાં ઉજવાશે. ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ મીની પાવાપુરી બની ગયેલ છે. તેમના દર્શન વાણીનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

પૂ.ડુંગર ગુરૂગાદી ગામ ગોંડલમાં પૂ.હીરાબાઈ મ.પ્રેરીત વિવિધ ધર્મકાર્યો

ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા, પુ.ગુરુણી હીરાબાઈ મહાસતીજી, પૂ.જયોતિબાઈ મ. આદિ સતીવૃંદના મન ભાવન સાનિધ્યમાં વિવિધ ધર્માનુષ્ઠાનો ચાલી રહ્યાં છે. પૂ.ગુરુણીના સદુપદેશી ગોંડલ ગાદીગામમાં પ્રતિદિન સવારે ૬:૧૫ થી જિનભક્તિ પ્રાથના, આઠમ-પાપ્ત રવિવાર પ્રવચન પ્રભાવન પૂ.સ્મિતાબાઈ મ. સવારે ૭:૩૦ થી ૮:૩૦ વિવિધ વિષયો પર પ્રવચનો ફરમાવી રહ્યાં છે. તેમજ પ્રતિદિન સવારે ૯ થી ૧૦ ભકતામર સ્ત્રોત તથા મહા પ્રભાવક ઉપસગ્ગહરં સ્ત્રોતના જાપ કુમારી દેવાંશી, વિદિશા તથા ધવલભાઈ તરફી ચાલી રહ્યો છે. ૧૦ થી ૧૧ કાયમી નવકારમંત્રી જાપ આ ઉપરાંત સાંજે ૭:૧૫ કલાકે પ્રતિક્રમણ આમ સરસ કાર્યક્રમ ચાલી રહેલ છે.

તાજેતરમાં શાલીભદ્ર ચેરી. ટ્રસ્ટ દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું હતું. પૂ.ગુરુણીની પ્રેરણાી કેરીનું નિ:શુલ્ક વિતરણ રાહત અનાજ કાર્ડ ધારકો તથા ગોંડલની સમગ્ર જૈન સંસ્થાઓના કર્મચારીઓ, જરૂરીયાતમંદ પરિવારો માટે કરાયું હતું.