સાવરકુંડલા પાસે કાર ડીવાઇડર સાથે અથડાતા બે ભાઇઓના મોત

 Abtak Media

ભગુડા દર્શન કરી પરત આવતા નડયો જીવલેણ અકસ્માત: એક ગંભીર

ભગુડા દર્શન કરી સાવર કુંડલા પરત આવતા પરિવારની કાર ડીવાઇડર સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાવરકુંડલાના બે સગાભાઇના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અને એક ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાના જેસર રોડ પર આવેલી ગીતાજંલી સોસાયટીમાં રહેતા નવીનભાઇ મહેશભાઇ ઝીંઝુવાડીયા, હરેશભાઇ મહેશભાઇ ઝીંઝુવાડીયા અને મથુરભાઇ કાર લઇને ભગુડા મોગલ માતાજીના દર્શન કરવા ગયા હતા.ત્રણેય ગઇકાલે પરત આવતા હતા ત્યારે જેસર રોડ પર પીજીવીસીએલ ઓફિસ પાસે પહોચ્યા ત્યારે કાર ડીવાઇડર સાથે અથડાતા પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક નવીનભાઇ ઝીંઝુવાડીયા અને તેના ભાઇ હરેશભાઇ ઝીંઝુવાડીયાના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને મથુરભાઇને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.