(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
સુરતમાં બનેલી એક ઘટનાનો સોશિયલ મીડિયામાં હાલ એક સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા સાડીના પોટેલા સાથે પહેલાં માળેથી નીચે પટકી છે. આ વીડિયો વરાછા વિસ્તારનો હોવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે આ વીડિયો ૯ જૂનનો હોવાનું સીસીટીવીના આધારે નજરે પડી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં હાલ એક મહિલા સાડીના પોટલા સાથે પહેલાં માળેથી નીચે પટકાય હોવાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીસીટીવી વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે, સુરતમાં સાડીના પોટલા પાછળ મરી જશો.તેના કરતા ગામડે કપાસીયા સોંપો. વાયરલ થયેલો વીડિયો ૯ જૂનનો હોવાનું સીસીટીવી વીડિયોમાં નજરે પડે છે. જેમાં એક મહિલા સાડીના પોટલા સાથે પહેલાં માળે ઉભી હોય છે. જ્યારે અન્ય મહિલા પોટલા સાથે આવે છે. દરમિયાન મહિલા સંતુલન ગુમાવે છે. અને પહેલાં માળેથી નીચે પડી જાય છે. જેથી આસપાસમાં રહેલા લોકો દોડી આવે છે. આ વીડિયો વરાછા વિસ્તારનો હોવાની શક્યતાઓ રહેલી છે. જોકે, વીડિયો ક્યાં વિસ્તારનો છે તે સ્પષ્ટ થતું નથી