સરહદે ‘ના-પાક’ ઈરાદો; ઉરી સહિતના ૧૩૫ સ્થાનો પરથી ૨૭૫ આતંકવાદીઓને ઘુસાડવાની પેરવી

 Abtak Media

પુલવામામાં હત્યાકાંડ પછી ભારતે કરેલી એરસ્ટ્રાઈક બાદ એલઓસી નજીક બંધ કરેલા આતંકવાદી કેમ્પો પણ પાકિસ્તાને ધમધમતા કર્યા

ભારતને આઝાદીકાળથી આતંકવાદ સહિતનામુદે કનડતી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણી કલમ ૩૭૦ને મોદી સરકાર તાજેતરમાં કુનેહપૂર્વક નાબુદ કરી હતી જેથી, જમ્મુ કાશ્મીરનાં વિકાસના દરવાજા ખૂલવાના કારણે પોતાની આતંકની દુકાન બંધ થઈ જવાના ભયથી પાકિસ્તાન રઘવાયું બન્યું છે. આ મુદાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાના પ્રયાસોને નિષ્ફળતા મળ્યાબાદ પાકિસ્તાન હવે ફરીથી પોતાની નાપાક હરકતોને વેગ આપ્યો છે.જેના ભાગરૂપે પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં આવલે ઉરી સહિતના ૧૩૫ સ્થાનો પર આતંકવાદી કેમ્પોને ફરીથી ધમધમતા કર્યા છે. પાકિસ્તાન લાઈન ઓફ ક્ટ્રોલના સાત લોન્ચપેડ પરથી ૨૭૫ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા પેરવી કરી રહ્યાની ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે.

પુલવામાં કાંડ બાદ ઈટનો જવાબ પથ્થરથી આપીને ભારતની સર્જીકલ સ્ટ્રાઈકમાં પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ધમધમતા આતંકી તાલીમ કેન્દ્રોનો સફાયો કરી નાંખ્યો હતો. પાકિસ્તાન તરફથી ફરીથી એલઓસી પર આતંકી કેમ્પો શરૂ કરીને ૭ જેટલા લોન્ચીંગ પેડ ગણાતા સ્થળો પરથી અફઘાન અને ઈસ્તુંબના સહયોગથી જમ્મુ કાશ્મીરમાં ૨૭૫ આતંકીઓને ઘુસાડવા પૈરવી શરૂ થઈ હોવાનું બહાર આવ્યું છે. આ નાપાક હરકત આવતા મહિને વૈશ્વિક આતંકવાદીઓને નાણાંકીય સહાયની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખતી ફાયનાન્સીયલ એકશન ટ્રાન્કફોર્સ ની મળનારી બેઠકમાં પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્દેશ મળ્યો છે. ત્યારે આ બેઠક મળે તે પહેલા જ આતંકીઓને ભારતમાં ઘૂસાડવાની પેરવી શરૂ થઈ છે. પાકિસ્તાનના કાશ્મીર મુદે સીમા પારના આતંકવાદમાં અફઘાન અને ઈસ્તુંબ જેહાદીઓની સંડોવણી નવી વાત નથી આ સિન્ડીકેટ લાંબા સમયથી કાર્યરત હોવાનું ગુપ્તચર વિભાગના માધ્યમોએ જણાવ્યું હતુ.

પાકિસ્તાને શરૂઆતમાં અન્ય વિદેશી આતંક સંગઠ્ઠનોના સહયોગથી વિવિધ વિચારધારા ધરાવતા તત્વોને કાશ્મીરમાં મોકલવાનું ૧૯૯૦થી શરૂ કર્યું હતુ જયારે પાકિસ્તાને સીમા પારના આતંકવાદને ખીણ વિસ્તારમાં ભારત વિરોધી પ્રોકસી વોરની શરૂઆતરી હતી અલબત ભારતીય સેનાના જબ્બર પ્રતિકાર બાદ પાકિસ્તાને પંજાબ અને કાશ્મીરમાં આતંકીઓ મોકલવાનું શરૂ કર્યું હતુ.

તાજેતરમાં ગુપ્તચર વિભાગને એવી માહિતી મળી છે કે એલઓસી પર આઈએસઆઈ અને પાક. લશ્કરે મોટે પાયે આતંકીઓ તૈયાર કર્યા છે. ઉતર કાશ્મીરનાં ગુરેજ અને એલઓસી પર ૮૦ થી વધુ આતંકીઓ તૈયાર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે કારનામાં ૫૦ કેરલમાં ૪૦ ઉડીમાં ૨૦, નવ ગામમા ૧૫ અને રામપૂરાં ૧૦ ને તાલીમ બધ્ધ કરવામા આવ્યા છે. પલવામામાં આ વર્ષનાં ફેબ્રુઆરી મહિનામાં જૈશના આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને તાત્કાલીક આતંકવાદી કેન્દ્રો બંધ કરી દીધા હતા. તે ફરીથી શરૂ કરી દીધા છે.

અમેરિકામાં ટ્રમ્પસત્તામાં આવ્યા પછી પાકિસ્તાન પર દબાણ વધ્યું છે. અને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકી દેવાયું છે.

સોમવારથી એફએટીએફની બેંગકોકમાં મળનારી બેઠકમાં પાકિસ્તાનને ૧૨૫ સવાલોના જવાબની સમીક્ષા કરવામાં આવશે અને ૧૫ સભગ્યોની ટીમ પાકિસ્તાનનું ભવિષ્ય નકકી કરશે આ તમામ ઘટનાક્રમ વચ્ચે રઘવાયું બનેલુ પાકિસ્તાન તેના ઉપર નિયંત્રીત પગલા આવી પડે તે પહેલા જ એલઓસી પરની સાત લોન્ચપેડ પરથી ભારતમાં ૨૭૫ જેટલા આતંકીઓ ઘુસાડી જઈ તાલીબાની જેહાદીઓને કાશ્મીરમાં આરાજકતા ફેલાવવા મોકલી આપવા પેરવી કરી રહ્યું છે.