સરકાર તમારા આંગણે: વોર્ડ નં.૬, ૭ અને ૧૦માં યોજાયો સેવાસેતુ

 Abtak Media

સરકારની અલગ-અલગ ૪૦ જેટલી યોજનાઓનો સેવા-સેતુ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ લોકોએ લાભ લીધો

નાગરીકોનાં અલગ-અલગ પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ આવે અને તેઓને અલગ-અલગ સરકારી યોજનાઓનો લાભ મળે તેવા આશ્રય સાથે રાજય સરકાર દ્વારા પાંચમાં તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે શહેરનાં વોર્ડ નં.૬, ૭ અને ૧૦માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેનો ૨૦૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.

ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૬નો સેવા સેતુ કાર્યક્રમ શાળા નં.૭૮માં યોજાયો હતો જેમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર મુકેશભાઈ રાદડિયા, દેવુબેન જાદવ, સજુબેન કડોતરા, નયનાબેન પેઢડીયા, કિશોરભાઈ રાઠોડ રતનશીભાઇ માલી, વનરાજભાઇ ગરૈયા, કરશનભાઇ ગઢીયા, પરેશભાઇ પીપળીયા, ઘનશ્યામભાઇ કુગશીયા, જગાભાઇ રબારી, દુષ્યંત સંપટ,સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ્રલ ઝોનનાં વોર્ડ નં.૭નો સેવા સેતુ કાર્યક્રમ કિશોરસિંહજી સ્કુલ, શાળા નં.૧ ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, જાણીતા વેપારી ચમનભાઈ લોઢીયા ,અરૂણભાઇ સોલંકી, વીનુભાઇ જીવરાજાની, ડો. ભીંડી, ડો. રાજેન્દ્ર મહેતા, સુરેન્દ્રસિંહ વાળા, જીતુભાઇ સેલારા, રમેશભાઇ પંડ્યા, કિરીટભાઇ ગોહેલસહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જયારે વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૦નો સેવા સેતુ કાર્યક્રમ યુનિવર્સિટી રોડ પર કવિશ્રી અમૃત ઘાયલ હોલ ખાતે યોજાયો હતો જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૧૦નાં કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્ર્વિનભાઈ ભોરણીયા નાથાભાઇ કાલરીયા, કાશ્મીરાબેન નથવાણી, પરેશ હુંબલ, સંગીતાબેન છાયા, માધવ દવે, રજની ગોલ, હરેશ કાનાણી અને પરેશ તન્નાઅને મનસુખભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા.

પાંચમાં તબકકાના સેવા સેતુ કાર્યક્રમમાં દર શુક્રવારે અલગ-અલગ વોર્ડમાં સેવા સેતુ યોજવામાં આવે છે જેમાં માં વાત્સલ્ય, માં અમૃતમ, આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની અલગ-અલગ ૪૦ સરકારી યોજનાઓનો લાભ લોકોને એક જ સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.