સંપર્ક સે સમર્થન અભિયાનમાં જોડાતા ભાજપ અગ્રણીઓ

 Abtak Media

શહેરભરમાં સંપર્ક એ સમર્થન અભિયાનને મળી રહેલો બહોળો પ્રતિસાદ : કમલેશ મિરાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સિઘ્ધિઓથી ભરપુર ૪ વર્ષ પૂર્ણ થયા હોય ઉજવણીના ભાગરુપે પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાત ભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું હોય અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા નામાંકિત વરીષ્ઠ નાગરીકો સાથે સંપર્ક સે સમર્થન અભિયાન હેઠળ સંપર્ક કરવામાં આવે છે. તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુકોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના સંપર્ક સે સમર્થન અભિયાન યોજાઇ રહ્યું છે.

આ વિશેષ સંપર્ક અભિયાન માં સંસદસભ્યો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેન સહીતના ભાજપ અગ્રણીઓ જોડાયા છે. ત્યારે સંપકે સે સમર્થન અભિયાન હેઠળ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રમેશભાઇ ટીલાળા, શાપર વેરાવળ ઇન્ડ એસો.ના અગ્રણીઓ સાથે, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ આજી ઇન્ડસ્ટ્રીયલ એસો.ના અગ્રણીઓ સાથી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ સહીતના ભાજપ અગ્રણીઓએ ઇમીટેશન માર્કેટ એશો.ના અગ્રણીઓ સાથે સંપર્ક કરી ભાજપના લોકાભિમુખ કાર્યોની પુસ્તિકા અર્પણ કરી હતી. જેમાં જીવણભાઇ પટેલ, નરેન્દ્રભાઇ પટેલ, રાજેશભાઇ તંતી, સુરેશભાઇ સંતોકી, ભુપેન્દ્રભાઇ લાડાણી, હર્ષદભાઇ કણસાગરા, ભરતભાઇ ખારેચા, દીપકભાઇ હાપલીયા, સહીતના સાથે સંપર્ક કે સમર્થન અભિયાન હેઠળ સંપર્ક કરવામાં આવ્યો હતો.