શું તમને પંજાબી આલુ-છોલે બનાવતા આવડે છે ?

 Abtak Media

શું તમે દરરોજની રસોઈની એક જ વાનગી બનાવીને થાકી ગયા છો અને નવીનતમ વાનગી અને સ્વાદિષ્ટ રસોઈ  બનાવવા માટે તમે રાહ જોવો છો તો આ રહ્યું એક નવું અને સ્વાદિષ્ટ આલુ છોલે બનાવો અને ઘરના બધા જ સભ્યોને આશ્ચર્યચકિત કરી નાખો.

સામગ્રી

– બાફેલા બટાકા : નંગ ચાર

– ખાવાનો સોડા : અડધી ચમચી

– કાબૂલી ચણા : ૨૦૦ ગ્રામ

– કાપેલા ટામેટા : નંગ ત્રણ
– કાપેલું લસણ : પાંચ કળી

– હળદર : અડધી ચમચી
– તેલ : બે ચમચા

– અમચૂર : એક ચમચી
– કાપેલી ડુંગળી : નંગ બે

– લીલા મરચાં : નંગ બે
– મરચું લાલ : એક ચમચી

– ગરમ મસાલો : અડધી ચમચી
– આદુ : એક ટુકડો

– કાપેલી કોમીર : એક ગડી
– ધાણા : એક ચમચી

– ચણાનો મસાલો : એક ચમચી
– મીઠું : સ્વાદ મુજબ

બનાવવાની રીત :

ચણાને સ્વચ્છ પાણીમાં ધોઇને પલાળી રાખો. ખાવાનો સોડા પણ નાંખી દો. આખી રાત ચણા પલાળી સવારે ચણાને કૂકરમાં નાંખી બાફી એક સોસ પેનમાં તેલ ગરમ કરો. પછી એમાં ડુંગળી, લસણ, આદુ, લીલા મરચાં નાંખી ફ્રાય કરો. પછી હળદર, ધાણા, અમચૂર, મીઠું મરચું અને ગરમ મસાલાં નાંખી અડધી મિનિટ ફ્રાય કરો.

– પછી એમાં ટામેટા નાંખી ચમચા વડે હલાવો. મસાલામાંથી તેલ છૂટવા માંડે એટલે એમાં બાફેલા ચણા અને બાફેલા બટાકા કાપીને નાંખી દો. રસા માટે જોઇતા પ્રમાણમાં પાણી નાંખો.

– ત્રણ-ચાર મિનિટ સુધી ઉકળવા દો. પછી એમાં કોથમીર અને ગરમ મસાલો ભભરાવી મેળવી દો. તાપ બંધ કરી નીચે ઉતારી લો.

– હવે જરુર મુજબ પ્લેટમાં કાઢી પુરી અથવા ચાપડી સાથે ગરમા-ગરમ શાક પીરસો.