શાપર વેરાવળમાં સર્વિસ રોડની હાલત બિસ્માર: વાહન ચાલકોને હાલાકી

 Abtak Media

શાપર-વેરાવળ ચોકડી પાસેના ઓવર બ્રીજથી ગોંડલ તરફ જતા સર્વિસ રોડ પર ગટરના પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ સાથે અહિં બે ફુટ જેટલા ઊંડા ખાડા પણ પડી ગયા છે.ચોમાસા પૂર્વે આ રોડની કામગીરી પૂર્ણ કરવા માટે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.