શરીરની જૈવિક ઘડિયાળ બદલવાથી થતા નુકસાન સામે શું કરવું જોઈએ ?

 Abtak Media

જૈવિક ઘડિયાળમાં માત્ર આંશિક ફેરફારથી સ્વાસ્થ્ય પર થાય છે ગંભીર અસર

આપણા શરીરની દરરોજની ઘણી ટેવવશ પ્રક્રિયા હોય છે. જો ટાઈમટેબલ બદલી જાય તો તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે.

દા.ત., આપણી સુવાની ટેવ રાત્રે ૧૦ વાગ્યાની ફિકસ જ હોય અને જો કોઈ સંજોગોપાત આપણે ૧૦ વાગ્યે સુઈ શકયા ન હોય અને સુવામાં મોડું થઈ જાય તો સ્વભાવિક છે કે આપણને ઘણાં ખરાબ અનુભવ થાય છે કે આપણને ઘણાં ખરાબ અનુભવ થાય છે જેમ કે, માથું દુખવુ, આખા દિવસ દરમિયાન ડિપ્રેશનમાં રહેવું વગેરે…આને આપણી જૈવિક ઘડિયાળમાં બદલાવ કહી શકાય. શરીરની જૈવિક ઘડિયાળમાં આંશિક ફેરફારો થાય તેમ છતાં તેના માઠા પરીણામો ગંભીર આવી શકે છે માટે આ મુદ્દે ખાસ ધ્યાન દોરવું જોઈએ.

આપણા શરીરની જૈવિક ઘડિયાળ વિશે ઘણાં રોચક તથ્યો વિશે આપણે અજાણ છીએ. તાજેતરમાં લેનસેટ ફિઝીસ્યાટ્રીમાં પ્રસ્તુત કરાયેલ એક અભ્યાસ પ્રમાણે, આપણી જૈવિક ઘડિયાળમાં ફેરફાર થવો એ આપણા દુ:ખને નોતરે છે એટલે કે, જૈવિક ઘડિયાળમાં ફેરફાર થવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે અને આપણે સતત ડિપ્રેશનમાં રહીએ છીએ. તેમજ જૈવિક ઘડિયાળ બદલવાથી આપણી ખુશી પણ મહદઅંશે ઘટી જાય છે. લેનસેટ ફિઝિસ્યાટ્રી દ્વારા લગભગ ૩૭ થી ૭૩ વર્ષની વયના ૯૧,૦૦૦ લોકો વચ્ચે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરથી સંશોધકોએ એ તપાસ્યું છે કે, આપણી કામ કરવાની પ્રકૃતિઓ અને આરામની પઘ્ધતિઓ એકાબીજા સાથે સંબંધ ધરાવે છે.

જો કામ કરવાનો સમય નિયત સમય કરતા વધુ થઈ જાય અને આરામના સમયમાં પણ કામ કરવા લાગીએ તો આપણી જૈવિક ઘડિયાળ ખોરવાઈ છે અને આપણે અનેક સમસ્યાનો ભોગ બનીએ છીએ. જૈવિક ઘડિયાળના બદલાવથી એકલતાપણું, ડિપ્રેશન, મુડની અસ્થિરતા, ખુશીની લાગણી ઓછી થવી, સ્વાસ્થ્ય સંરક્ષણ વગેરે જેવા પ્રશ્નો ઉભા થાય છે માટે પુરતુ ધ્યાન રાખવું આવશ્યક છે.

આપણા શરીરની જૈવિક ઘડિયાળના બદલાવથી થતા નુકસાન સામે અમુક પ્રકારના ખોરાક લેવા જોઈએ જેથી કરીને જૈવિક ઘડિયાળને વ્યવસ્થિત કરવામાં મદદ મળી શકે. બદામ, ડાર્ક ચોકલેટ, કેળા, અનાજ જેવો ખોરાક વધુ આરોગવો જોઈએ. આ બધા ખોરાક સારી ઉંઘમાં ખુબ જ મદદરૂપ થાય છે અને આપણે ફેશનેશનો અનુભવ કરી શકીએ છીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com