વોકહાર્ટ-સ્ટર્લીંગ હોસ્પિટલને યોજનામાંથી બાકાત કરવાને બદલે દંડની જોગવાઈ કરવા રજુઆત

 Abtak Media
introducing-wockhardt-sterling-hospital-to-penalize-instead-of-exclude-from-plan
introducing-wockhardt-sterling-hospital-to-penalize-instead-of-exclude-from-plan

માં અમૃતમ-માં વાત્સલ્ય કાર્ડ હેઠળ સારવાર આપતી રાજકોટ ચેમ્બરની મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી સમક્ષ રજુઆત

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઈન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા આરોગ્ય મંત્રીને રજુઆત કરેલ કે
ગરીબ દર્દીઓ માટે સરકારની આશીર્વાદ સમાન માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ યોજના
અંતર્ગત તમામ રોગોની સારવાર આવરી લેવાયેલ છે. જેનાથી લોકોની મુશ્કેલી ખુબ જ સરળ બની ગયેલ છે ત્યારે તાજેતરમાં ગેરરીતી યોજવા બદલ
સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા સૌરાષ્ટ્રની નામાંકિત મલ્ટીસ્પેશ્યાલીટી
એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ તથા સ્ટર્લીંગ હોસ્પિટલને આ યોજનામાંથી બાકાત
કરવામાં આવેલ છે તે નિર્ણય સરાહનીય છે.

આ યોજનાનો લાભ ભારત દેશનાં તમામ
નાગરીકો મેળવી રહ્યા છે અને ગરીબ દર્દીઓનો સહારો બનેલ છે. ખાસ કરીને અકસ્માતનાં
સંજોગોમાં મગજની બિમારી, હૃદય રોગ તથા
તેને આનુસાંગીક બિમારી, કિડની સલંગી
રોગો, ઓપરેશનો, ડાયાલીસીસ વગેરે જેવા ગંભીર રોગોની સારવાર મેળવવા માટે આ યોજના ખુબ જ
લાભદાયી બની રહે છે ત્યારે આવા રોગોની સારવાર શહેરની અમુક હોસ્પિટલમાં જ મળવા પામે
છે. આથી સૌરાષ્ટ્રની નામાંકિત એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ તથા સ્ટર્લીંગ
હોસ્પિટલને સરકાર દ્વારા આર્થિક મોટા દંડની જોગવાઈ અપનાવી સૌરાષ્ટ્રનાં દર્દીઓની
મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ફરીથી આ બંને હોસ્પિટલને માં અમૃતમ અને માં વાત્સલ્ય
કાર્ડ યોજનામાં તાત્કાલિક શ‚ કરી ફેર વિચારણા કરવા હકારાત્મક પગલા લેવા રજુઆત
કરેલ.

વધુમાં સરકારનું ખાસ ધ્યાન દોરેલ કે મા
અમૃતમ અને મા વાતસલ્ય કાર્ડ યોજનામાં સારવાર લેતા લોકોને માન્ય કરેલ હોસ્પીટલોમાં
જાહેર રજાઓમાં સારવાર મળતી નથી અથવા તો તેને રોકડ રકમ ચુકવવી પડે છે. જે ગરીબ તથા
મધ્યમ લોકો માટે અતિ મુશ્કેલ છે. સરકારને વિનંતી કે જાહેર રજાઓનાં દિવસોમાં પણ માં
અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ મળે તે બાબતે સરકાને રજુઆત કરેલ.