વાહન ચોરીના ગૂનામાં ચાર તસ્કરોની ધરપકડ

 Abtak Media

ત્રણ ટુ વ્હીલર કબ્જે કરતી ભકિતનગર પોલીસ: રિમાન્ડની તજવીજ

શહેરમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર તસ્કરોને પોલીસે ત્રણ ટુ વ્હીલર સાથે પકડી વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચારેય શખ્સોની તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને બાતમીનાં આધારે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા અને દેવાભાઈ ધરજીયા સહિતના સ્ટાફે જંગલેશ્ર્વર વિસ્તારના દિનેશ ઉર્ફે ટીનો જીવાભાઈ વાવા, રોહિત મોહીતભાઈ ચાંડપા અને નવાગામના સાહુલ ઉર્ફે સાવલો ઈસ્માઈલભાઈ શેખ તેમજ ધારી તાલુકાનાં આંબરડીના પ્રદિપ ખીમજી ખાણીયાને ત્રણ ટુ વ્હીલર સાથે ઝડપી લીધા છે. ચારેય તસ્કરોની ફરિયાદના આધારે પીએસઆઈ પી.એમ. ધાખડા, અને એએસઆઈ ઈન્દુભા રાણા સહિતના સ્ટાફે રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.