વધી છે રોટલી તો બનાવો મૂઠિયાં આજે જ ઘરે…. આ રીતે…

 Abtak Media

દરેક ગુજરાતી ના ઘરમાં રોટલી તો બનતીજ હોય છે અને થોડી ઘણી વધતી પણ હોય છે પણ આ મોંઘવારીમાં ફેકી દેતા જીવ નથી ચાલતો તો ચાલો આજે અમે શીખવીએ રોટલી ના મૂઠિયાં….તો રાહ શું જોવો છો ? કરો સામગ્રી તયાર અને બનાવો અત્યારેજ.

સામગ્રી:

  • 8-9 રોટલી
  • 1 કપ ચણા નો લોટ
  • ચપટી હિંગ અને ખાવાનો સોડા, 2 ચમચી મરચું,1 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુ નો રસ અને સ્વાદ અનુસાર મીઠું..
  • વઘાર માટે લિંબડો, તલ, રાય, લાલ સુકેલું મરચું અને તેલ.

 બનવાની રીત :

  • સોં પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લ્યો તેમાં ઉપર ના મસાલા ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરો અને એક મિશ્રણ તયાર કરો .
  • ત્યાર બાદ આ મિશ્રણ ને રોટલી પર લગાવી તેના રોલ વાડો અને તેને ઢોકડિયા માં બાફી લો.
  • તેને ઠંડા થયા બાદ કાપી લો અને પછી એક લોયા માં તેલ મૂકી તેને ગરમ કરી લો અને તેમાં હિંગ અને વઘાર ની સામગ્રી ઉમેરો તેમાં ઠંડા થયેલા રોલ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

આ મૂઠિયાં ને બાઉલ માં લઈ, કોથમીર ઉપર થી ભભરાવી અને ગરમા ગરમ આ વાનગી ની મજા માનો.