લક્ષચંડી મહાયજ્ઞમાં ઔદ્યોગિક પ્રદર્શનનો ડોમ બુકિંગ કરાવતુ મોરબી સીરામીક એસો.

 Abtak Media

એકસ્પોમાં ભાગ લેનાર તમામ ઉદ્યોગ સાહસિકોનો આભાર માનતી કમીટી

ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દ્વારા તા.૧૮થી ૨૨ ડિસે. ૨૦૧૯ સુધી આયોજન થનાર લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ પ્રસંગે યોજાનાર ઔદ્યોગીક પ્રદર્શન: લક્ષ્ય એક્સ્પો ૨૦૧૯ માટે મોરબી સિરામીક એસોસીએશનના ઉદ્યોગ સાહસિકો દ્વારા લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા સન હાર્ટ ગ્રુપ મોરબી-અમદાવાદ અને મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલની ઉમદા પ્રેરણાથી સંપૂર્ણ ડોમનું બુકીંગ કરાવી અમૂલ્ય સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે.

આ એકસપોમાંભાગ લેનાર તમામ ઉદ્યોગ સાહસિકોનો ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા અને ઔદ્યોગિક વેપાર મેળા પ્રદર્શન કમિટી હાર્દિક આભાર વ્યકત કરે છે તથા સૌને મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના વ્યકત કરે છે.