રાજપીપળા નગરપાલીકાનુ સત્તાલક્ષી રાજકારણ હવે ચરમસમીએ પહોચ્યું

 At This Time

રાજપીપળા નગર પાલીકાનુ સત્તાલક્ષી રાજકારણ હવે ચરમસમીએ પહોચ્યુ છે. ત્યારે ૧૪મી એ રાજપીપળા નગર પાલીકાના પ્રમુખ -ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપા પાસે ૧૬ સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતા નગર પાલીકાના અઢી વર્ષના એક હથ્થુ શાશનથી નારાજ ૬ જેટલા અસંતુષ્ઠો નગર પાલીકાના શાશન નિતિ સામે નારાજ થયા છે. જેને કારણે ભાજપાની વિરુધ્ધમા મતદાન કરવાની વહેતી થયેલી ચર્ચાને કારણે ભાજપ સંકટમા મૂકાયુ છે. અઢી વર્ષથી વહોરેલી નારાજગી હવે ચૂંટણી ટાણે સપાટી પર સામે આવી છે. ત્યારે તેમા જવાબદાર ભાજપાની કાર્યનિતી અને સંગઠનનો અભાવ જોવા મળતા ભાજપાના કાર્યકરોની પણ નારાજગી હવે સોસીયલ મીડીયામા છેડે ચોક વહેતી થતા ભાજપાની દોડતુ થયુ છે, જેમા જવાબદારો સામે પગલા લેવાનીમાંગ કરી સત્તાનો દુરુપયોગ કરનારા સામે કડક શબ્દોમા લાલ આંખ કરી છે,

સોશિયલ મીડીયામા પણ ટોક ઓફ ધ ટાઉન બનેલી નગરપાલીકાની ચૂંટણી ચર્ચાની એરણે છે, જેમા જણાવ્યુ છે કે રાજપીપળા નગરપાલીકામા પ્રજાએ ખોબેખબે મતો આપી પ્રથમવાર નગરપાલીકાનુ સુકાન ભાજપાને સોંપ્યુ હતુ. પણ આ અઢી વર્ષના કાળમા એક પણ કોર્પોરેટરને કોઇ પણ જાતનુ ખાતુ સોંપાયુ નહોતુ કે કોઇ પણ જાતની સમિતિની રચના કરી નહીને એક હથ્થુ શાશન ચલાવ્યે રાખ્યુ.હવે અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થઇગયો છે ત્યારેકોર્પોરેટરોમા સત્તામાટેની ખંેચાખેંચ ચાલુ થઇ ગઇ છે. કૂતરુ ખેંચે ગામ તરફ અને શિયાળ ખેંચે સીમ તરફ જેવો ઘટ ઘડાયો છે, કોર્પોરેટરોના ૧૨ થી ૧૫ લાખના બોલાતા ભાવની ચર્ચાસામે પણ બળાપો વ્યક્ત કરાત જણાવ્યુ છે કે આ બોલી બોલનારા આ રૃપિયા લાવ્યા કયાથી? કોના પાપે આ ઓફરો શરુ થઇ છે?ભાજપે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા ગૂમાવીહવે નગરપાલીકા ગુમાવવાનો વારો આવ્યો છેતેનામાટે જવાબદાર કોણ? કોણ ભાજપાના કોર્પોરેટરોનુ સીલેકશન કરે છે?.કોણ પ્રમુખની વરણી કરે છે? કોના ઇશારેષ શિસ્ત ના નામે કોર્પોરેટરોને દબાવે છે?કોના ઇશારે અઢી વર્ષ સુધી સમીતીની રચના કરાઇ નથી?એ લોકો કોણ છે જે અંદરોઅંદર કોર્પોરેશનનાકામો વહેચી લે છે? કઇ મજબૂરીમા કરોડોના કામેો વિરોધ પક્ષના કોર્પોરેટરને સોંપવા પડે છે?કઇ મનછા હતે કે તે પુરી કરવા તમારાજ કોર્પોરેટરોને થા વિરોધ પક્ષના કોર્પોરટરોને તેમની કક્ષા પ્રમાણે વ્યવહાર કરાતો હતો?ભાજપને ભોય ભેગી કરવાની ભૂમિકા કોણ ભજવી રહયુછે?

નગરજનો રાજપીપળાની વિકાસની દૌ્રપદીને સરકારે પહેરાવેલ કરોડોની સાડીઓને રાજપીપળાના ભાજપાના દુઃશાશનોએ એટલી ખેંચી છે કે તે લગભગ નિર્વસ્ત્ર થઇ ગઇ છે!. વિકાસ નામની આ લાચાર દૌ્રપદીને કૃષ્ણ રૃપે નગરજનો જુવે છે પણ નગરજનો પણ લાચાર કેમછે?નગરના હીતમા વિકાસ માટે ભ્રષટાચાર મુક્ત વહીવટ આપવા તરફ સૌને આગળ વધવા અનુરોધ કરી ભાજપા સામે આક્રોશ વ્યકત કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.