રાજકોટ સિટી વુમન્સ કલબ દ્વારા ૧૬મીએ અનેરો ફેશન શો યોજાશે

 Abtak Media

ર૦થી લઇ ૬૦ વર્ષ સુધીની મહીલાઓ ભારતીય પરંપરા ઘ્યાને રાખી રેમ્પ વોક કરશે: અબતકને અપાઇ વિશેષ વિગતો

રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે ભારતીય સંસ્કૃતિને ઘ્યાનમાં રાખીને રાજકોટમાં સૌ પ્રથમવાર રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા ટોપ  મોડેલ ફેશન શો રાખવામાં આવેલ છે.

આ ફેશન શોમાં દરેક સભ્ય બહેનો ભાગ લઇ શકે તે નિયમને ઘ્યાનમાં રાખી ટોપ મોડેલ ફેશન શો ત્રણ વિભાગમાં રાખવામાં આવ્યો છે. તેમાં ર૦ થી ૪૦, ૪૦ થી પ૦, પ૦ થી ૬૦ ઉપરના કોઇપણ બહેનો ભાગ લઇ રહ્યા છે. અત્યારે હાલમા પ૦ જેટલા બહેનો ફેશન શોની પ્રેકટીશ કરી રહ્યા છે. ફેશન શો તા. ૧૬-૬ ના રોજ હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩ કલાકે રાખેલો છે. આ ફેશન ખુબ જ અલગ રીતે રાખવામાં આવ્યો જે વિજેતા બહેનોને શિલ્ડ, બેલ્ટ, ડ્રાઉન આવી સન્માનીત કરવામાં આવશે. દરેકને પ્રમાણ પણ અપાશે.આ કાર્યક્રમને નિહાળવવા માટે અનેક મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે.