મોહમ્મદ સામી ઈદ બાદ બીજા લગ્ન કરશે: હસીનનો આક્ષેપ 

 Abtak Media

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ તેના પર ફરી એકવાર ચકચાર મચાવનારો આરોપ લગાવ્યો છે. હસીનનો દાવો છે કે, મોહમ્મદ શમી ઈદના પાંચ દિવસ બાદ નિકાહ કરવાનો છે.

શમીની પત્ની હસીન જહાંએ નિવેદન આપ્યું કે, ‘શમી પોતાના ભાઈની સાળી સાથે લગ્ન કરવાનો છે, તેણે મારાથી તલાક લેવા માટે મને પૈસાની ઑફર પણ આપી છે.’

બીજી તરફ શમી પોતાની પત્ની દ્વારા લગાવાયેલા આ નવા આરોપોને પાયાવિહોણા કહી ફગાવી દીધા. શમીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું મારા પહેલા નિકાહથી જ આટલી મુસિબતો સહન કરી રહ્યો છું, તમને શું લાગે છે કે, હું બીજીવાર નિકાહ કરીશ? હસીને મારા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે અને આ તેમાંથી જ એક છે.’શમીએ મજાક-મજાકમાં કહ્યું કે, જો તે ફરીવાર નિકાહ કરશે તો તે હસીન જહાંને પણ આમંત્રણ આપશે.