મોરબી યુવાનને મજૂરીના રૂપિયા લેવાનાહોય જે મામલે બોલાચાલી થતા આરોપીએ યુવાનને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

 At This Time

મોરબી પંથકમાં શ્રમિક યુવાનને મજૂરીના રૂપિયા લેવાનાહોય જે મામલે બોલાચાલી થતા આરોપીએ યુવાનને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રોહીદાસપરા વિસ્તારના રહેવાસી મહેશભાઈ ધરમશીભાઈ મુછડિયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભોળા જયસુખ ચાવડાના ભાઈ મુન્નાભાઈ પાસે મજુરીના પૈસા લેવાના હતા જે બાબતે બોલાચાલી થતા તેનો ખાર રાખી આરોપીએ યુવાનને બાળો આપી લાકડીથી માર મારી ઈજા પહોંચાડી છે. બી ડીવીઝન પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાં ભંગ અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

રીપોટર :- નિતીન રાજગોર

9725359659