મોરબીની પાટીદાર સંસ્થાઓ દ્વારા ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ મોરબી-અમદાવાદ)નું સન્માન

 Abtak Media

સમગ્ર સમાજને લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની તૈયારીમાં લાગી જવા મુખ્ય યજમાનનું આહવાન

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ પ્રસંગના અનુસંધાને મોરબી  ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

આ મીટીંગમાં મોરબી શહેરની પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ દ્વારા મહોત્સવના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા (સનહાટ ગ્રુપ-મોરબી) નું સન્માન કરવામાં આવ્યું હતું.ગોવિંદભાઇ વરમોરા દ્વારા સમગ્ર સમાજને મહોત્સવની તૈયારીમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું છે.