મોરબીના મોઢવણિક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

 Morbi News

વેકેશન પૂર્ણ થતા હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થતી શૈક્ષણિક કીટ વિતરણ સમારોહ મોઢ વણિક વિદ્યાર્થી મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો

મોઢ વણિક વિદ્યાર્થી મંડળ મોરબી દ્વારા આજે સમાજની વાડી ખાતે કેજીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ ‘ કોલેજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું સમાજના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ પારેખ અને વિમલભાઈ ગાંધી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન આપવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું.