(એજન્સી) મુંબઈ, તા.૧ર
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર આક્ષેપો મૂક્યા કે એમણે ૧ વર્ષમાં ર કરોડ યુવાઓને નોકરી આપવાનો વચન પાળ્યો નથી. ર૦૧૪ના વર્ષમાં ચૂંટણી પ્રચાર સમયે મોદીએ વચન આપ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન પ્રતિ કલાકે પ૦૦૦૦ યુવાઓને નોકરીઓ આપે છે જ્યારે ભાજપ સરકાર ફક્ત ૪પ૦ યુવાઓને આ સમયગાળામાં નોકરીઓ આપી શકે છે.
મોદીએ ૧ વર્ષમાં ર કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું પણ એમના મંત્રી લોકસભા અને રાજ્યસભામાં કહી રહ્યા છે કે બેરોજગારી છેલ્લા ૮ વર્ષમાં આજે સૌથી વધુ છે.