મુખ્યમંત્રીએ કારનો કાફલો રોકાવી અકસ્માતમાં ઇજા પામનાર લોકોની મદદ કરી

 Abtak Media

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર થી અમદાવાદ કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે સુઘડ અમીયાપુર પાસે બાઇક પર સવાર લોકોનો અકસ્માત થયો હતો. એ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાનો કારનો કાફલો રોકાવીને પોતાની કારના કાફલાની એમ્બ્યુલન્સમાં સારવાર અપાવી હતી અને એ દરમ્યાન 108 આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તંત્રવાહકોને જરૂરી સુચના આપી હતી.