મારૂ કેરિયર વિશ્વકપના ભરોસે: મેસ્સી

 Abtak Media

આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસ્સીએ કહ્યું કે, તેનું આંતરરાષ્ટ્રીય ભવિષ્ય રૂસમાં યોજાનારા વિશ્વકપમાં તેના દેશના પ્રદર્શન પર નિર્ભર રહેશે. મેસ્સીએ સ્પેનના દૈનિક સ્પોર્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, આ તેના પર નિર્ભર રહેશે કે અમે કેટલા આગળ જઈએ છીએ, અમે ટૂર્નામેન્ટ કેમ ખતમ કરીએ છીએ.

બાર્સીલોનાના આ ફોરવર્ડે કહ્યું, અમે સતત ત્રણ ફાઇનલ હાર્યા છીએ, જે કારણે મીડિયાની સાથે અમારા કેટલિક મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. તેણે કહ્યું, વિશેષકરીને આર્જેન્ટીના મીડિયાની સાથે કારણ કે, આ ત્રણ ફાઇનલમાં જગ્યા બનાવનું શું મહમત્વ છે તેને લઈને અમારા વિચારોમાં મતભેદ છે.

આર્જેન્ટીનાની ટીમ 2014ના વિશ્વકપ ફાઇનલમાં જર્મની વિરુદ્ધ વધારાના સમય બાદ 1-0થી હારી ગઈ હતી, ત્યારબાદ ટીમને 2015 અને 2016ના કોપા અમેરિકા ટૂર્નામેન્ટમાં ચિલી વિરુદ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં હારમનો સામનો કરવો પડ્યો હતો.

વિશ્વ કપ દરમિયાન 31 વર્ષના થનારા મેસ્સીનું માનવું છે કે, સ્પેન, બ્રાજિલ, જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમ વિશ્વ કપમાં જીત માટે પ્રબળ દાવેદાર છે. આર્જેન્ટીનાની ટીમ વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત માસ્કોમાં શનિવાર (16 જૂને)એ આઈસલેન્ડ વિરુદ્ધ કરશે, ત્યારબાદ ગ્રુપ-ડીના અન્ય મેચોમાં તેની ટક્કર ક્રોએશિયા અને નાઇઝીરિયા સાથે થવાની છે.