બીએસએનએલ એજન્ટ સી.એમ. મજેઠીયાને શ્રેષ્ઠ એવોર્ડ એનાયત

 Abtak Media

બીએસએનએલની મોબાઈલની એજન્સી ધરાવતા સી.એમ. મજીઠીયાને દેશભરમાંથી સારી કામગીરી બદલ શ્રેષ્ઠ એવોર્ડ મળેલ છે.

બીએસએનએલ ગુજરાતમાં રાજકોટ, અમરેલી તેમજ સુરત જિલ્લાઓમાં મે.સી.એમ.મજીઠીયા બીએસએનએલની જુદી જુદી પ્રોડકટો વેચવા માટેની એજન્સી છેલ્લા ૧૦ વર્ષથી આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી ખાતે બીએનએસએલના ડાયરેકટર સી.એમ. મિતલે દેશભરમાંથી સારી કામગીરી કરતા ફ્રેન્ચાઈઝીઓની મીટીંગ રાખેલ જેમાં સી.એમ. મિતલના હસ્તે પરેશભાઈ મજીઠીયાએ દેશભરમાંથી પ્રથમ ક્રમાંક મેળવેલ હોય ૨૦૧૭-૧૮ના વર્ષનું શ્રેષ્ઠ પરફોર્મન્સ માટેનું સર્ટીફીકેટ મેળવેલ છે. ગુજરાતમાં સારી કામગીરી બદલ દેશ લેવલે ગુજરાતનું ગૌરવ વધારેલ છે. આ તકે બીએસએનએલ ગુજરાતના ચીફ જનરલ મેનેજર પી.કે. હોતા તથા બીએસએનએલના અધિકારીઓએ આ તકે અમારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.