બાર કાઉન્સિલના ચેરમેન,વાઈસ ચેરમેન અને કમિટી ચેરમેનની બિનહરીફ વરણી

 Abtak Media

 

દિલીપ પટેલની મહેનત રંગ લાવી:ભાજપ લીગલ સેલનો જે.જે. પટેલ અને દિલીપ પટેલે ઝંડો લહેરાવ્યો

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના હોદેદારો અને કમિટીના મેમ્બરોની ચૂંટણી યોજાય જેમાં ચેરમેન તરીકે સી.કે. પટેલ અને વા. ચેરમેન તરીકે જીતુભાઈ ગોળવાળા અને છ કમીટી તેમજ ડીસીપ્લીમેરી કમીટી, વેલફેર ફંડ અને ગુજરાત એકેડમી સહિત નવ કમીટીની નિમણુંક કરી જેમાં ૧૬ કોપ્ટ મેમ્બરની વરણી કરવામાં આવી છે.વધુ વિગત મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં હોદેદારો અને કમિટીની મુદત પૂર્ણ થતા ગત તા.૨૧ને શનિવારના રોજ વિધ્યાબેન દીપચંદ ગાર્ડી હોલ ખાતે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે સી. કે. પટેલ, વા. ચેરમેન જીતુભાઈ ગોળવાળા, એકઝીકયુટીવ કમિટી ચેરમેન આર.એન. પટેલ, એનરોલમેન્ટ કમીટી ચેરમેન નલીનભાઈ પટેલ, ફાયનાન્સકમીટી ચેરમેન હિતેષભાઈ પટેલ, રૂલ્સ કમીટી ચેરમેન કરણસિંહ વાઘેલા, જી. એલ.એચ. કમીટી ચેરમેન કિરીટભાઈ બારોટની વેલફેર કમીટીમાં મનોજ અનડકટ, ગુજરાત એકેડમી દીપેન દવે અને ડીસીપ્લીમેરી કમીટીમાં અનિલ કૈલા સહિત ૪૮ એડવોકેટની નિમણુંક કરવામાં આવી.

જેમાં ૧૬ થી વધુ વકીલોની કોપ્ટ મેમ્બરની વરણી કરવામાં આવી છે. આ વરણીને ભાજપ લીગલ સેલના જે.જે.પટેલ અને દિલીપ પટેલ ચૂંટાયેલા તમામ સભ્યોને અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી છે.