ફિફા વર્લ્ડ કપ : ૩૩ કેમેરા અને ૧૫ સ્ક્રીનનો ઉપયોગ

 Abtak Media

મોસ્કોમાં બનેલા સેન્ટ્રલાઇઝડ વીડિયો ઓપરેશન રૂમથી સીધા દરેક મેચ પર ૩૩ કેમેરા અને ૧૫ સ્ક્રીન દ્વારા નજર રાખવામાં આવશે

ફૂટબોલ વર્લ્ડ કપમાં આ વખતે એવું ખાસ થનાર છે જે ફિફા વર્લ્ડ કપના ૮૮ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી થયું નથી. આ વખતે વર્લ્ડ કપના દરેક મુકાબલાને રોચક બનાવવા અને સચોટ નિર્ણય લેવા માટે વર્લ્ડ કપમાં પ્રથમ વાર વીડિયો આસિસ્ટન્ટ રેફરી (ટઅછ)નો ઉપયોગ થશે.

મોસ્કોમાં બનેલા સેન્ટ્રલાઇઝડ વીડિયો ઓપરેશન રૂમથી સીધા દરેક મેચ પર ૩૩ કેમેરા અને ૧૫ સ્ક્રીન દ્વારા નજર રાખવામાં આવશે. ફિફાની રેફરી કમિટીએ વીડિયો રેફરલ માટે ૧૩ લોકોની વીડિયો આસિસ્ટન્ટ રેફરી ટીમ બનાવી છે. આ ટીમ વર્લ્ડ કપના ૩૨ ટીમોના તમામ ૬૪ મુકાબલામાં મેચ અધિકારીઓને સપોર્ટ કરશે. વીએઆર ટીમ મોસ્કોમાં એક સેન્ટ્રલાઇઝડ વીડિયો ઓપરેશન રૂમમાં બેસસે. આ ટીમ તમામ રિલેન્ટ બ્રોડકાસ્ટ રૂમને એક્સેસ કરી શકશે.

વીડિયો આસિસ્ટન્ટ રેફરી આ માટે કોઈ નિર્ણય નહીં લે પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં રેફરીની મદદ કરશે. અંતિમ નિર્ણય લેવાનો અધિકાર માત્ર રેફરીનો હસે. બ્રોડકાસ્ટર્સ, કોમેન્ટેટર્સ અને ઇન્ફોટેન્ટમેન્ટ ટીમ ફૂટબોલ પ્રેમીઓને રિવ્યૂ પ્રક્રિયાની જાણકારી આપશે. દરેક મુકાબલા માટે ચાર વીડિયો આસિસ્ટન્ટ રેફરી રહેશે. વીએઆ ટીમ ૩૩ બ્રોડકાસ્ટ કેમેરાને એક્સેસ કરી શકશે. તેમાં આઠ સ્લો સૂર સ્લો મોશન અને ચાર અલ્ટ્રા સ્લો મોશન કેમેરા હશે. આ ઉપરાંત બે ઓફસાઇડ કેમેરાને પણ એક્સેસ કરી શકશે. નોકઆઉટ રાઉન્ડના મુકાબલા માટે દરેક ગોલ પોસ્ટની પાછળ બે વધુ અલ્ટ્રા સ્લો મોશન કેમેરા લગાવાશે. આ કેમેરાને પણ વીએઆર ટીમ એક્સેસ કરી શકશે. સ્લો મોશન રિપ્લેનો મુખ્ય રૂપથી ઉપયોગ વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે કરાશે જ્યારે સામાન્ય સ્પીડના કેમેરાનો ઉપયોગ સબ્જેક્ટિવ નિર્ણય માટે કરાશે.

બ્રિટિશ પોપ સ્ટાર રોબી વિલિયમ્સ મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં ફૂટબોલ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે. રોબી રશિયાની એડા ગારીફુલિનાની સાથે પર્ફોર્મ કરશે. આ કાર્યક્રમ રશિયા અને સાઉદી એરેબિયા વચ્ચે યોજાનાર વર્લ્ડ કપની ઉદ્ઘાટન મેચ અગાઉ થશે. ફિફા અને રોબી વિલિયમ્સના પ્રતિનિધિઓએ આ જાણકારી આપી હતી. રોબીએ કહ્યું કે, વર્લ્ડ કપમાં પર્ફોર્મ કરવું તેનું બાળપણનું સ્વપ્ન હતું અને આ સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ શો યાદગાર રહેશે

ફિફા વર્લ્ડ કપનું ઑફિશિયલ સોન્ગ લોન્ચ થયું

ફિફાએ ફૂટબોલ વર્લ્ડ કપ માટે પોતાનું ઑફિશિયલ સોન્ગ રીલીઝ કરી દીધું છે. આ ગીતને લઇને લોકોમાં ભારે ચર્ચા છે. લોકો આ ગીતને ઘણું જ પસંદ કરી રહ્યા છે. આ ગીતને લોન્ચ થતા જ થોડીક મિનિટોમાં જ એક કરોડથી વધુ લોકો જોઇ ચુક્યા છે. શુક્રવારે લોન્ચ થયેલા આ સોન્ગને રવિવાર સુધીમાં ૧ કરોડથી વધુ લોકોએ જોયુ હતુ. ફિફા વર્લ્ડ કપ માટે આ ગીતને અમેરિકાનાં જાણીતા ડીજે અને લિરિસિસ્ટ ડિપ્લોએ બનાવ્યું છે.

આ ગીતને અમેરિકાનાં જાણીતા કલાકાર નિક્કી જૈમ અને અલ્બેનિયન સિંગર ઈરા ઇસ્તરેફીએ પોતાની અવાજ આપી છે. આ ઑફિશિયલ સોન્ગનાં વિડીયોને ફૂટબોલની થીમ પર ફિલ્માવવામાં આવી છે. જેમાં બ્રાઝીલનાં સ્ટાર ફૂટબોલર રહેલા રોનાલ્ડિન્હોની સાથે જાણીતા હોલિવુડ અભિનેતા વિલ સ્મિથ પણ જોવા મળી રહ્યા છે. વિલ સ્મિથ ઉદઘાટન  સમારોહમાં પણ પોતાની પ્રસ્તુતિ આપશે. ગીતનાં શબ્દો વન લાઇફ, લિવ ઇટ અપ, કોઝ વી ગોટ વન લાઇફ, વન લાઇફ, લિવ ઇટ અપ, કોઝ વી ડોન્ટ ગેટ ઇટ ટ્વાઇસને લોકો ઘણું જ પસંદ કરી રહ્યા છે