ફાઇનલ મેચમાં રાજકોટ જીલ્લાને હરાવી રાજકોટ ગ્રામ્ય ૧૭ રને વિજેતા

 Abtak Media
rajkot-defeated-rajkot-rural-in-the-final-match
rajkot-defeated-rajkot-rural-in-the-final-match

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આંતર જીલ્લા અન્ડર-૧૬ ટુર્નામેન્ટ

જુનીયર ક્રિકેટર્સને પ્રોત્સાહીત કરી વિજેતા ટીમને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના પ્રમુખ જયદેવ શાહ દ્વારા ટ્રોફી અપાઇ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા આંતર જીલ્લા ટીમ અંતર્ગત અન્ડર-૧૬ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ જીલ્લા સામે રાજકોટ રુરલની ફાઇનલ મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડીયમ ગ્રાઉન્ડ નં.૧ ખાતે રમાઇ હતી. જેમાં રાજકોટ રુરલ ૧૭ રને વિજેતા બન્યું છે.

રાજકોટ જીલ્લાની ટીમે ટોચ જીતી ફિલ્ડીગ લીધી હતી. રાજકોટ રૂરલે ૯ વિકેટની નુકશાન પર પ૦ ઓવરમાં ર૦૧ રન કર્યા હતા. જેમાં રક્ષીત મહેતાએ ૪૧, કશ્યપ સુવાએ ૩૦, હાર્દિક જાડેજાએ ૩ વિકેટ લીધીને ર૭ રન કર્યા હતા. જયારે રાકેશ પઢરીયા,  ચૈતન્ય જાડેજા, અક્ષત મકવાણા, સૌરવ શર્માના ભાગે ૧-૧ વિકેટ આવી હતી.

રાજકોટ જીલ્લાને ર૦ર રનનો સ્કોર કરવાનો હતો પરંતુ ૪૯.૩ ઓવરમાં ૧૮૪ રન સાથે ટીમ સમેટાઇ ગઇ હતી. જેમાં મોહીત સાદડીયાએ  ૮૪ રન કર્યા, ઘ્યેય મહેતાએ રપ રન, જેકશન સુગે ૩૦ રન કર્યા હતા.

આ તકે સૌરાષ્ટ્ર  ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહે વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનીત કરી હતી. આ તકે મહેન્દ્ર રાજદેવ, બીપીન પુજારા, કનૈયા વાઘેલા, હર્ષદ જોષી, ફિરોઝ બાંભણીયા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. જયદેવ શાહે ટીમને બિરાદવતા જણાવ્યું કે જુનીયર ખેલાડીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા રમાતી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરે છે. અને સૌરાષ્ટ્ર એસો. હંમેશા તેમને પ્રોત્સાહીત કરે છે. આવનાર સમયમાં ટુર્નામેન્ટની સાથે ઘણી બધી પ્રવૃતિ જુનીયર્સ માટે કરાશે. બન્ને ટીમોને તેમના સારા પર્ફોમેનટ માટે અભિનંદન પાઠવવામાં આવે છે.

રાજકોટ જીલ્લો, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર જીલ્લો, જામનગર જીલ્લો, જુનાગઢ જીલ્લો, જુનાગઢ રુરલ, કચ્છ જીલ્લો, કચ્છ રુરલ, પોરબંદર જીલ્લો, ભાવનગર  જીલ્લો, ભાવનગર રુરલ અને અમરેલી જીલ્લાની ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સેમી ફાઇનલ મેચ રાજકોટ રુરલ અને ભાવનગર જીલ્લા તથા રાજકોટ જીલ્લા અને જુનાગઢ રુરલ વચ્ચે રમાઇ હતી.