પ્રદુષિત પાણીએ ઉત્તર પ્રદેશના આખે આખા ગામને દિવ્યાંગ બનાવ્યું

 Abtak Media

નેતાજી સુભાષચંદ્ર બોસે સ્થાપના કરેલા માકર્સનગર ગામમાં ૫૦ વર્ષની ઉમરના લોકો ૯૦ વર્ષની ઉંમરના લાગે છે!

છેલ્લા ત્રણ વર્ષથી ગામમાં એક પણ ઘરે લગ્ન પ્રસંગ નથી યોજાયો

દેશને આઝાદી અપાવવા નેતાજી સુભાષચંદ્ર બોઝે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનાં જે ગામમાં ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી તેવા માકર્સનગર ગામમાં પ્રદુષિત ફલોરાઈડ યુકત પાણીને કારણે આખે આખુ ગામ દિવ્યાંગ બની ગયું હોવાની ચોંકાવનારી હકકીકત સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશનાં ઉન્નાવ જિલ્લાનાં હસનગંજ તાલુકામાં આવેલ મકુણાવનાં માકર્સનગર ગામની સ્થાપના ૧૭ મે ૧૯૩૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝે કરી હતી પરંતુ આઝાદીનાં આટલા વર્ષો બાદ વિકાસના બણગા વચ્ચે માકર્સનગર ગામને શુધ્ધ પીવાના પાણીની સુવિધા ન મળતા ફલોરાઈડ યુકત પ્રદુષિત પાણી પી-પીને માકર્સનગરનું આખે આખુ ગામ દિવ્યાગ બની ગયું છે.

અઢીસો નાગરીકોની વસ્તી ધરાવતા આ ગામમાં ફલોરાઈડ યુકત ઝેરી પાણી આવતુ હોવાને કારણે લોકો અષ્ટવર્કા જેવી સ્થિતિમાં વાકા ચૂંકા બની ગયા છે. ૨૦ વર્ષની ઉમર બાદ સ્વસ્થ લાગતો સ્ત્રી પુ‚ષ બેડોળ બની જાય છે. અને ગામમાં વસવાટ કરતીક મોટાભાગની સ્ત્રીઓ ૩૦ વર્ષની ઉંમરમાંજ વૃધ્ધાની જેમ કેડથી વળી જાય છે.ક અને ૫૦ વર્ષની ઉંમરે પહોચતા પહોચતા માણસ ૯૦ વર્ષની ઉમર ધરાવતો હોય તેવો વૃધ્ધ લાગે છે.

ઉલ્લેખનીય છે કે ઉન્નાવ જિલ્લા મથકથી ફકત ૩૦ કિલો મીટરનાં અંતરે આવલે ઐતિહાસીક માર્કસનગરનાં રહેવાસીઓ દ્વારા દાયકાઓથી શુધ્ધ પીવાનું પાણી પૂ‚ પાડવા માટે તંત્રવાહકો સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી જોકે સરકાર દ્વારા માકર્સનગરથી પાંચ કિ.મી. દૂર રાજીવગાંધી જળ યોજન અંતર્ગત સંપ પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ ગામ સુધી પીવાનું શુધ્ધ પાણી મળી શકયું નથી.

બીજી તરફ ઉપરથી પહેલા જ વૃધ્ધ અને દિવ્યાંગ બનેલા આ ગામમાં વસવાટ કરતા લોકો સાથે કોઈ રોટી બહેનો વ્યવહાર પણ કરતુ નથી પરિણામે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ ગામમાં લગ્નનો એક પર પ્રસંગ યોજાયો નથી.

ઉલ્લેખનીય છે કે ઉતર પ્રદેશનાં આ ગામમાંથી એક રાજય પાલ સહિત પાંચ ટોચના નેતાઓ દેશના રાજકીય પક્ષોને આપ્યા છે. છતા માકર્સનગર ગામની પ્રદુષિત પાણીની સમસ્યા ઉકેલવા કોઈએ રસ દાખવ્યો નથી.