નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ સેમીનાર

 Morbi News

મોરબીના શિક્ષણ જગતમાં મોખરાનું નામ ધરાવતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ટીચર્સ ટ્રેનીંગ સેમીનાર યોજાતા હોય છે ત્યારે હાલ નવા સત્રના પ્રારંભે તા. ૭ અને ૮ એમ બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ સેમીનાર યોજાશે

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે નવી દિશા અને નવા વિચારોથી અપગ્રેડ થવા માટે તેમજ શિક્ષકોની ભૂમિકા સરળ અને સફળ બની રહે તેવા ઉમદા હેતુથી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા તા. ૦૭ અને ૦૮ ના રોજ સવારે ૮ થી બપોરે ૧૨ : ૩૦ કલાકે નવયુગ શૈક્ષણિક સંકુલ મોરબી રાજકોટ હાઈવે ખાતે બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ સેમીનાર યોજાશે જેમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ શિક્ષકો ઉપસ્થિત રહેશે

ટીચર્સ ટ્રેનીંગ સેમીનારમાં માર્ગદર્શન આપવા માટે તા. ૭ ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે જય વસાવડા તેમજ ૧૦ : ૩૦ થી ૧૨ : ૩૦ સુધી ભદ્રાયુ વચ્છરાજાની માર્ગદર્શન પૂરું પાડશે તેમજ તા. ૮ ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે મોટીવેશન સ્પીકર પરીક્ષિત જોબનપુત્રા અને ૧૦ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાકે કાજલ ઓઝા વૈધ માર્ગદર્શન આપશે.તેમ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાની યાદી જણાવે છે.