ડેનિયલ ક્રેગ જ જેમ્સ બોન્ડ બનશે : હેવાલ

 Aapnu Gujarat

જેમ્સ બોન્ડની ફિલ્મમાં હવે કોણ બોન્ડ બનશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. તમામ પ્રકારની અટકળો અને અફવા વચ્ચે ફિલ્મ નિર્માતા દ્વારા આખરે બોન્ડ ફિલ્મની ૨૫મી ફિલ્મને લઇને જાહેરાત કરી દીધી છે. નવી બોન્ડ ફિલ્મમાં પણ અભિનેતા અને બોન્ડના રોલમાં હવે ડેનિયલ ક્રેગ જ રહેશે. આ ફ્રેન્ચાઇસીસ ફિલ્મમાં તે પાંચમી વખત બોન્ડ અભિનેતા બનવા જઇ રહ્યો છે. હવે તેમની ફીને લઇને પણ હેવાલ આવી રહ્યા છે. જેમ્સ બોન્ડના ઓફિશિયલ ટ્‌વીટર હેન્ડલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બોન્ડની આ નવી ફલ્મમાં કામ કરવા માટે તેને અભૂતપૂર્વ રકમની ઓફર કરવામાં આવી છે. એકેડમી વિનર ડેની બોયલ દ્વારા નિર્દેશિત કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્માણ પર કામગીરી ત્રીજી ડિસેમ્બરે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમજીએમ અને યુનિવર્સલ પિકચર્સની પાર્ટનરશીપમાં આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. આ ફિલ્મને દુનિયાભરમાં રજૂ કરતી પહેલા કેટલાક જોરદાર કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે. જેમ્સ બોન્ડ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ મુખ્ય સ્ટાર તરીકે રજૂ થનાર છે. બોન્ડની આ ફિલ્મને લઇને જોરદાર ચર્ચા છે. ડેનિયલ ક્રેગના ચાહકો આ બાબતને જાણીને ખુશ થશે કે ૫૦ વર્ષના ડેનિયલ ક્રેગને આ એક્શન થ્રીલર ફિલ્મમાં કામ કરવા માટે ૪૫૦ કરોડ રૂપિયાની ફી મળનાર છે. આ જંગી રકમ ઉપરાંત ડેનિયલ ક્રેગ ફિલ્મના કારોબારી નિર્માતા તરીકે પણ રહેનાર છે. તે ફિલ્મની જાહેરાત અને પ્રોફિટમાં પણ હિસ્સેદાર તરીકે રહેશે. આની સાથે જ તે દુનિયામાં સૌથી વધારે ફી લેનાર સ્ટાર બનશે. રિપોર્ટની વાત માનવામાં આવે તો ડેનિયલે પોતાની છેલ્લી ફિલ્મ સ્પેક્ટરમાં કામ કરવા માટે ૩૩૩ કરોડ રૂપિયાની જંગી ફી લીધી હતી. બોન્ડની આ ૨૫મી ફિલ્મનુ નિર્દેશન સ્લમડોગ મિલિયોનેરના નિર્માતા ડેનિ બોયલ દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે સ્ક્રીનપ્લેનુ કામ જોન હોઝ કરનાર છે. ડિસેમ્બર માસમાં ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મને આગામી વર્ષે નવેમ્બરમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તમામ લોકો જાણે છે કે થોડાક સમય પહેલા ડેનિયલ ક્રેગે કહ્યુ હતુ કે જેમ્સ બોન્ડની હવે ભૂમિકા અદા કરવાના બદલે તેઓ પોતાના હાથની નસ કાપી નાંખવા માટેનુ પસંદ કરશે. ક્રેગે છેલ્લી ચાર બોન્ડ ફિલ્મમાં યાદગાર ભૂમિકા અદા કરી હતી. ક્રેગે જે છેલ્લી ચાર ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી તેમાં કસીનો રોયલ, ક્વાન્ટમ ઓફ સોલેસ, સ્કાયપોલ અને સ્પેક્ટરનો સમાવેશ થાય છે. તે હવે પાંચમી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. બોન્ડે અગાઉ નવી ફિલ્મમાં ભૂમિકા કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બોન્ડને ભમિકા કરવા માટે જંગી નાણાંની ઓફર કરવામાં આવશે તેવા હેવાલ તો પહેલાથી જ આવી રહ્યા હતા. બોન્ડ તરીકે તે હવે વાપસી કરી રહ્યો છે. ચાહકો તેની ભૂમિકાને જોવા માટે કટિબદ્ધ છે. અગાઉ તેને ૨૦૦ મિલિયન ડોલરની જંગી ઓફર કરવામાં આવી હોવાના હેવાલ આવ્યા હતા.