જો તમે ફરવા જવાનો પ્લાન કરતાં હોય તો એકવાર જરૂર જાઓ આ બેસ્ટ ટુરીસ્ટ ડેસ્ટિનેશન પર…..

 Abtak Media

હરવા-ફરવા શોખીન લોકો  ફરવા માટે બેસ્ટ ઋતુ માને છે ત્યારે ઘણાં લોકો ખાસ પ્લાનિંગ કરતા હોય છે અને દેશ-દુનિયાની સફર માણવા નીકળી પડતા હોય છે રોજ-બરોજની થકાન ભરેલી જીંદગીની કચકચને તાળામાં પૂરી અને અલબેલા મોજે-મસ્તાનની નીકળી પડતા હોય છે ત્યારે આવા જ પર્યટનના શોખીન જીવડાઓ માટે હું આજે ભારતના એવા સ્થળો વિશે જણાવીશ જ્યાં જવાથી મજા બમણી થઇ જાય છે.

 રાજસ્થાન :

ઇતિહાસ સુંદરતા, ધરોહર, સંસ્કૃતિ અને પ્રાકૃતિક વાતાવરણથી ભરેલા રાજસ્થાનની તો વાત જ અનોખી છે. લોકો રાજસ્થાનમાં તેની ગરમીના પ્રમાણના હિસાબે જવાનું ટાળતા હોય છે પરંતુ એવું નથી અહી ઉનાળામાં આવતી ફરવાની ખુબજ મજા પડે છે. જો તમે વેકેશનમાં રાજસ્થાન જવાના હોય તો જયપુર પરફેક્ટ ડેસ્ટિનેશન છે..

 ગોવા :

વિશાળ મહાકાય દરિયો રેતી રંગીન વાતાવરણ અને લીલાછમ નારીયળીના ઝાડ જોઇને આંખોને ઠંડક પહોંચે છે જો કે ઉનાળામાં મોટી સંખ્યામાં ટુરીસ્ટ અહીં ઉમટે છે કારણ કે ગોવામાં તો ઉનાળાના વેકેશન માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.

 મનાલી :

આહહ કેવી ઠંડી છે નઇ……..!!! એવું કહેનારા ઘરમાં ગોદડા ઓઢીને જ પડ્યા રહેતા હોય છે પરંતુ જેને ખરેખર ઉનાળામાં રોમાંચ માણવો છે તે ચોક્કસથી મનાલીની સફર કરે છે.

 નોર્થ ઇસ્ટ ભારત :

હરવા ફરવાની વાત આવે ત્યારે લોકો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરવા જવાની પ્લાનીંગ કરતા હોય છે .પરંતુ તેના કરતા પૂર્વોતરમાં સુંદરતાનો અદભૂત ખજાનો છુપાયેલા છે. ઉનાળામાં તમે શિલોન્ગ કાઝીરંગ, ઇમ્ફાલનીમાં પ્રવાસે જઇ શકો છો. પરંતુ જો તમે દક્ષિણ ભારતનો પ્રવાસ કરવાના હોય તો ચેન્નઇ, મહાબલિપુરમ, પોડિંચેરી, જેવા સ્થળોની મુલાકાત ચોક્કસ લેશો.