જેલમાં બંદીવાન વીરાને બહેને રાખડી બાંધી મુક્તિ માટે કરી પ્રાર્થના

 Abtak Media

સંજોગો વસાહત અને ક્ષણિક ગુસ્સાના કારણે થયેલા ગુના સબબ જેલ હવાલે થયેલા વીરાના કાંડે રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં બહેનો રાજકોટ જેલ ખાતે પહોચી હતી. જેલ તંત્ર દ્વારા પણ બહેન પોતાના ભાઇને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજજવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી હતી. કેટલીક બહેનો જેલમાં હોવાથી ભાઇઓ રાખડી બંધાવવા માટે જેલ પર આવ્યા હતા. જેલમાં બંદીવાન ભાઇને રાખડી બાંધી બહેને પોતાના વીરાની વહેલી મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરી ત્યારે ભાઇ પોતાની બહેનને કંઇ ગીફટ ન આપી શકયાનો અફસોસ વ્યક્ત કરી આશુ પાડી જેલમાંથી છુટી પોતાની બહેનને ખુશ કરાવનું વચન આપ્યું હતુ.