જેઠવા રાજપૂત ક્ષત્રીય ગીરાસદાર સમાજનું રવિવારે સ્નેહમિલન

 Abtak Media

બાળકો માટે વિવિધ પાંચ સ્પર્ધા યોજાશે આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

દર વર્ષની જેમ શહેરમાં વસતા તમામ જેઠવા રાજપુત ક્ષત્રીય ગીરાસદાર સમાજના ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્નેહમિલન સમારંભનું આયોજન આગામી તા.૧૦.૧૧ ને રવિવારના સાંજે ૪ થી ૭ કલાકે ઓસમ પાઠક સ્કુલ ખાતે રાખવામાં આવેલ છે.

સમસ્ત જેઠવા રાજપુત ભાઈઓ બહેનો એક બીજાને ઓળખે પરિચય થાય સંબંધો સ્થપાય, તેમજ એકબીજાના સુખ દુઃખમાં સહ ભાગીદાર થાય તેવા શુભ હેતુથી આ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે.

આ સ્નેહમિલનમાં સમસ્ત જેઠવા ભાઈઓ તથા બહેનો ભાયાતી ગામ છોડીને રાજકોટ શહેરમા આવીને વસેલા છે. તે તથા આમંત્રીત મહેમાનોને અને પોરબંદર, છાયા, જામનગર, ગોંડ, રતલામ કચ્છ, જૂનાગઢ, જામજોધપુર વિગેરે સ્થળોએથી પણ આમંત્રીત જેઠવા રાજપુત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમ અગાઉ બાળકો માટે વિવિધ પાંચ સ્પર્ધાનું આયોજન રાખેલ છે.

વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા (પાંડાવદર) મો. ૯૯૨૫૨ ૪૮૨૫૧, પૃથ્વીસિંહ જેઠવા (મોરાણા) મો.નં. ૯૯૨૫૬ ૦૦૯૦૦નો સંપર્ક કરવો

સ્નેહમિલન ઓસમપાઠક સ્કુલ ૧૫૦ ફૂટ રીંગરોડ, બાલાજી હોલ પાસે યોજાશે. આ માટે કિશોરસિંહ જેઠવા, ગજેન્દ્રસિંહ જેઠવા, જીતુભા જેઠવા, હર્ષદસિંહ જેઠવા, દિગુભા જેઠવા, પ્રતિપાલસિંહ જેઠવાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.