જીલ્લા ભાજપ દ્વારા જસદણમાં પ્રબુઘ્ધ નાગરિક સંમેલન યોજાયું

 Abtak Media

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જસદણ ખાતે આયોજીત પ્રબુઘ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને ગુજરાત પ્રદેશ વકતા ડો.ભરતભાઈ કાનાબાર અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ વકતા ડો.ભરતભાઈ કાનાબારએ મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રબુઘ્ધ નાગરીકોને સંબોધતા જણાવ્યું હતું કે, ગત ચાર વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુકાન હેઠળ કેન્દ્રમાં ભાજપા એનડીએ સરકાર દ્વારા લેવાયેલા અગત્યના કાર્યો, નિર્ણયો અંગે રસપ્રદ માહિતી સભર સમીક્ષા કરી હતી.

આ તકે પ્રદેશ વકતા ડો.ભરતભાઈ કાનાબારએ પ્રબુઘ્ધ નાગરિક સંમેલનને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, દેશના છેવાડાના માનવી માટે સરકારે બનાવેલી યોજનાઓ તેઓ સુધી માહિતી પહોંચાડીને છેવાડાને માનવીને આર્થિક રીતે સક્ષમ બનાવાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ તથા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયાએ પ્રબુઘ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રબુઘ્ધ નગરજનોને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપા સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૪ વર્ષના કાર્યકાળમાં દેશના ૧૦ કરોડ પરિવારજનોને ૫ લાખ રૂ. સુધીની આરોગ્ય વીમા સહાય તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો મોદીએ સંકલ્પ કર્યો છે.આ તકે જીલ્લા ભાજપા મહામંત્રી ભરતભાઈ બોઘરાએ ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રબુઘ્ધ નાગરિકોનું સન્માન કરતા જણાવ્યું હતું કે, ચાર વર્ષમાં એક પણ કૌભાંડ નહીં અને દેશ ચોતરફ પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે.

આ સંમેલનમાં જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જીલ્લા ઉપપ્રમુખ ભુપતભાઈ ડાભી, મનસુખભાઈ રામાણી, નીતિનભાઈ ઢાંકેચા, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સોજીત્રા, જીલ્લા અનુ.જાતિ પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ, જસદણ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા, જસદણ શહેર પ્રમુખ ધી‚ભાઈ ભાયાણી, જસદણ તાલુકા પ્રમુખ વલ્લભભાઈ રામાણી, વિંછીયા તાલુકા પ્રમુખ નાથાભાઈ વાસાણી, જીલ્લાના હોદેદારો, નિવૃત કર્મચારીઓ, ડોકટરો, ચાર્ટડ એકાઉન્ટ, પ્રોફેસરો સહિતના પ્રબુઘ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પૂજય મોરારીદાસબાપુ, રમેશભાઈ ઓઝા તેમજ નામી સંતો-મહંતોના મંતવ્યોના ડોકયુમેન્ટરી ફિલ્મ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચાર વર્ષની સિદ્ધિઓ તથા કરેલા વિકાસ કાર્યોના ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી.