જાન્હવી કપુર તેમજ ઇસાન એકબીજાના પ્રેમમાં : રિપોર્ટ

 Aapnu Gujarat

જાન્હવી કપુર અને ઇસાન ખટ્ટર અભિનિત ફિલ્મ ધડકનનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મ ૨૦મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ જાન્હવી અને ઇસાન એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ આવી રહ્યા છે. બોલિવુડમાં આ જોડીની હાલમાં ચર્ચા છે. તેમની પ્રથમ ફિલ્મ ધડક આ એક રોમેન્ટિક ફિલ્મ છે. ગયા વર્ષે રજૂ કરવામાં આવેલી અને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ચુકેલી મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક બનાવવામાં આવી રહી છે. શુટિંગ અંગે માહિતી ધર્મા પ્રોડક્શનના ઇસ્ટાગ્રામ પેજ પર આપવામાં આવી છે. સ્ક્રિપ્ટના ફોટો સાથે માહિતીની આપલે કરવામાં આવી રહી છે. ફિલ્મના નિર્માતા તરીકે કરણ જોહર છે. જ્યારે ફિલ્મના નિર્દેશનની જવાબદારી આ વખતે શશાંક ખૈતાન સંભાળી રહ્યા છે. ઇસાન અને જાન્હવી આ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. સ્ટાર કલાકારોના બાળકો બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. ચન્કી પાન્ડેની પુત્રી પણ બોલિવુડમાં સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ સાથે કરી રહી છે. અન્ય ફિલ્મી કલાકારોના બાળકો પણ સતત પ્રવેશ કરી રહ્યા છે. સેફ અલી ખાનની પુત્રી અને સુનિલ શેટ્ટીની પુત્રી પણ બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. અનિલ કપુરની પુત્રી પહેલાથી જ બોલિવુડમાં પ્રવેશી ગઇ છે. હવે ફિલ્મમાં શ્રીદેવીની મોટી પુત્રી જાન્હવી એન્ટ્રી કરી રહી છે. તેની સાથે શાહિદ કપુરનો નાનો ભાઇ ઇસાન કામ કરી રહ્યો છે. આશાસ્પદ જાન્હવી પહેલાથી જ સોશિયલ મિડિયામાં સતત ચર્ચામાં રહી છે. તે સેલિબ્રિટી પાર્ટી અને ગ્લેમર પાર્ટીના પોતાના ફોટો હમેંશા રજૂ કરતી રહી છે. સોશિયલ મિડિયામાં તેના ફોટા હમેંશા ચર્ચામાં રહે છે.