જાણો નદીઓ શા માટે વહે છે ?

 Abtak Media

પાણીનો ગુણધર્મ છે- ઢાળ તરફ વહેવું.

ઉંચા ઉંચા પહાડો અને ટેકરીઓ પરથી વરસાદનું પાણી નીચે તરફ વહે છે.પહાડો પરનો બરફ પીગળે છે ત્યારે એનું પાણી પણ નીચે તરફ વહે છે.

ખળ ખળ, કલ કલ વહેતાં ઝરણાંય એમાં ભળે છે,- આમ, આ બધું પાણી ભેગું થતું જાય છે અને નદી બને છે.

નદી પહાડોમાંથી નીકળી, મેદાનપ્રદેશોમાંથી પસાર થઇને છેવટે દરિયામાં મળે છે.

નદી પહાડોમાં વહે ત્યારે સાંકડી અને વેગીલી હોય છે.

મેદાન પ્રદેશ આવતાં એનો પટ પહોળો થાય છે અને વેગ ઘટે છે.