ગુજરાતી લેંગ્વેજને પ્રમોટ કરવા ૧૬મીએ અદ્ભુત ઈવેન્ટ ‘અનફોલ્ડ યોર સેલ્ફ’

 Abtak Media

કલર્સ ઓફ ગુજરાતનું અદ્ભૂત આયોજન

ગુજરાતી ગીતો, શાયરી, કવિતા અને સ્ટેન્ડ અપ કોમેડીને પ્રેઝન્ટ કરશે ઉગતા સીતારાઓ; એન્કર કાજલ અગ્રાવત અને જજ કરશે કોફી ગર્લ પ્રાપ્તિ અજવાલિયા અખિલ કોટક તેમજ શહેનાઝ શેખ; ટીમ ‘અબતક’ના આંગણે

કલર્સ ઓફ ગુજરાત અને બીગ ડ્રી રીઝન દ્વારા આગામી તા.૧૬ નવે.ને શનિવાર રોજ સાંજે છ વાગ્યે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા ખાસ આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે જેમાં રાજયના અલગ અલગ વિસ્તારના ઉગતા સિતારાઓ ગુજરાતી ગીતો, શાયરી, કવીતા તેમજ સ્ટેન્ડઅપ કોમેડી પ્રેઝન્ટ કરશે.

કલર્સ ઓફ ગુજરાત દ્વારા ‘અનફોલ્ડ યોર સેલ્ફ’ જે એક અલગ થીમ ઉપર કાર્યક્રમ છે. આઈડીબી કાફે, મારૂતી કટારીયા મારૂતી શોરૂમની પાછળ કાલાવડ રોડ રાજકોટ ખાતે આ કોમ્પીટીશન યોજાશે આ કોમ્પીટીશનમાં એન્કર કાજલ અગ્રાવત તેમજ કોફી ગર્લ અને છેલ્લો દિવસ ફ્રેમ પ્રાપ્તી અજવાલીયા, નકકામા ફેઈમ અખીલ કોટક તેમજ ઈન્ડીયન આઈડોલ ફેઈમ શહેનાઝ શેખ જજની ભૂમિકા ભજવશે.

આ કોમ્પીટીશન માટે ગુજરાત ભરમાંથી અલગ અલગ ૨૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધકોનું કાલે સીલેકશન કરવામાં આવશે જેઓ તા. ૧૬-૧૧ ને શનિવારના રોજ પોતાનું પ્રેઝન્ટેશન આપશે. કલર્સ ઓફ ગુજરાત આયોજીત અનફોલ્ડ યોરસેલ્ફ ઈવેન્ટ માટે એનકર કાજલ અગ્રાવત, અખીલ કોટક,અંકિતા છાયા તથા ભાવેશ વિરાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત કરી હતી.