કાર્તિકી પુર્ણિમાના મેળામાં મુલાકાતીઓને આકર્ષતો રાજકોટ જેલના કેદીઓનો ભજીયાનો સ્ટોલ

 Abtak Media

જે કેદીઓની ચાલ ચલગત સારી હોય, પ૦ ટકાથી વધુ સજા ભોગવી ચૂકયા હોય તેમજ ભરોષામંદ કેદીઓને આમાં જોડવામાં આવે છે

સોમનાથ કાર્તિક પુર્ણિમા મેળા રસિકોને રાજકોટ મઘ્યસ્થ જેઇલના કેદીઓ દ્વારા બનતા ગરમા ગરમ ભેથી ભાજીના ભજીયા ગોટા દાઢે વળગયા છે.

રાજય જેઇલ અધિક પોલીસ મહાનિર્દેશક ડો. રાવ અને રાજકોટ જેઇલના એસ.પી. બન્ને જોશીના માર્ગદર્શન હેઠળ સોમનાથ મેળામાં ટીમ વડા અને જેઇલ ફેકટરી મેનેજર એ.એસ. પરમાર સંચાલન કરી છે.

ટીમ વડા અધિકારી અરવિંદ પરમાર કહે છે ક આ સ્ટોલમાં રાજકોટ જેઇલમાં સજા ભોગવતા પાકા કામના નવ કેદીઓ અને જેઇલનો ૯ સ્ટાફ અત્રે આવેલ છે.

આ સ્ટોલમાં કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાં ગુણવતા શુઘ્ધતા, સ્વચ્છતા  સારું તેલ ચણાનો લોટ વેસણ મેથી મરી ધાણાજીરું સાથે ચટાકેદાર સ્વાદ પ્રચુર બનાવવામાં આવે છે જે ભજીયા  મેળા રસિકોને આંગળા ચાટણા કરી દે તેવા દાઢે વળગે છ.. આ ભજીયા ભાવ રૂપિયા ૧પ૦ કિલો છે પરંતુ લોકોને પરવડે તેટલા એટલે કે રૂપિયા પંરદથી માંડી રૂપિયા ૧પ૦ લેખે  જેટલા જોઇએ તેટલા સ્ટોલે આપવામાં આવે છે. સ્ટોલ ખાતે વેચાણ કરતાં કે તેલની કડાઇમાં ઝારાથી ભજીયા તળતા કે જીણી જીણી મેથી ભાજી સમારતા તો કોઇ મરી મસાલા નાખતા જોઇ લોકો આશ્ચર્ય પામે છે.

જેમાંના કેટલાક ગંભીર હત્યા કે મોટા બનાવમાં આજીવન કેદની સજા ભોગવતા હોય છે તેઓને અહીં હાથકડી કે તેમની ઉપર ગંભીર પોલીસ પહેરો ન હોવા છતાં જેમાંનો એક પણ કેદી ભાગતો નથી અને ભજીયા હાઉસમાં વફાદારીથી ફરજ બજાવે છે.

મેળામાં કે શહેરોના જાહેર સ્ટોલમાં લઇ આવાતા કેદીઓ જેની ચાલચલગત સારી હોઇ જેઇલમાં કોઇપણ શિક્ષાત્મક પગલા ભરાયા ન હોય જેઇલમાં રજા ઉપર ગયા બાદ પરત ફર્યા હોય અને પ૦ ટકાથી વધુ સજા ભરાઇ ગઇ હોય અને ભરોસો સંપાદન કર્યો હોય તે લોકોને આમાં જોડવામાં આવે છે.

સોમનાથ મેળામાં જેઇલ ફેકટરી મેનેજર ઉપરાંત સુબેદાર હરેશ ટાંક તેમજ પાંચ કોન્સ. વેચાણ સલામતી અને વ્યવસ્થા ઘ્યાન રાખે છે. આ પ્રવૃતિ પ્રારંભ ૧૯૯૭ માં અમદાવાદમાં યોજાયેલ એન.જી. મેઇકથી જેલઇવાસીઓને સ્વાવલંબન માટે વિચાર આવ્યો અને તા. ૧૮-૨-૧૯૯૮ ના રોજ અમદાવાદના સુભાષ બ્રીજ ખાતે પ્રથમ ભજીયા હાઉસ  ખોલાયું જેને આજે પણ લોકો સુભાષ બ્રીજની સાથે ભથીયા બ્રીજ તરીકે ઓળખે છે. અમદાવાદથી પ્લેનમાં વિદેશ જતા લોકો પણ આ સ્વાદિષ્ટ ભજીયાની અચુક મોજ માણે છે.