ઉમા વિદ્યા સંકુલના સેમીનારમાં કુલદીપભાઈ જેઠલોજાએ માર્ગદર્શન આપ્યું

 Morbi News

મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં નવા સત્રના પ્રારંભે સ્ટાફ ટ્રેનીંગ સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં મોટીવેશન ટ્રેનર કુલદીપભાઈ જેઠલોજાએ સ્ટાફને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

ઉમા વિદ્યા સંકુલ ખાતે યોજાયેલા સ્ટાફ ટ્રેનીંગ સેમીનારમાં મોટીવેશન ટ્રેનર કુલદીપભાઈ જેઠલોજાએ વિકટ્રી એજ્યુકેશન અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું જેમાં જે ધારીએ તે કરી શકીએ, કોઈપણ કાર્ય કરતા પૂર્વે આત્મવિશ્વાસથી કરવું તે જ અડધી જીત છે જેવા અનેક મુદાઓની છણાવટ કરી હતી. તો સાથે જ શિક્ષક કેવા હોવા જોઈએ, વર્ગમાં વાતાવરણ પ્રફુલ્લિત કરવા કેવા પ્રકારના મુદ્દાઓનું અધ્યયન સમયે ધ્યાન રાખવું તે અંગે પણ વાત કરી હતી. કુલદીપભાઈ જેઠલોજાએ ઉમા વિદ્યાસંકુલના સ્ટાફને મોટીવેટ કર્યા તે બદલ ટ્રસ્ટી અશ્વિનભાઈ અધારાએ આભાર વ્યક્ત કર્યો હતો.